![]() |
| During Molar Removal Surgery |
![]() |
| Tried to save by taking few dentist opinion |
દાઢે
ડખો કર્યો....
નડવાનું
શરું કર્યું... કડી સ્થિત ડૉ આનંદભાઈ પટેલને લગભગ આઠેક વર્ષે મળ્યો. તેઓ કડી ખાતે
દાંતના સારા ડોક્ટર છે. ખુબ દુઃખ આપતાં
ડોક્ટરે સલાહ આપી કે હવે નીકળવી પડશે...મેં નીકાળ્યા સિવાયના અન્ય રસ્તાઓ માટે
ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ ડોક્ટરના માટે એ શક્ય નહોતું જ... લગભગ આઠેક વર્ષ
પહેલાં RTC કરેલ...અને ચારેક વર્ષ પહેલાં મસ્તી કરતાં આ
દાઢના મૂળમાં ક્રેક થયેલ હોઈ હવે અસહ્ય વેદના આપતી અને ઇન્ફેક્શન પણ લાગેલ હોઈ
તેને નીકાળવી જ રહી....આમ પણ ‘સરગવાનો છોડ સળે એટલે કાઢી નાખવો’ એમ ડોક્ટરના મતે
અસહ્ય વેદના આપતી દાઢને નીકાળવાનો જ ઈલાજ શ્રેષ્ઠ હતો...
આજે
મોડી સાંજે સર્જરી કરી...લગભગ સવા કલાક જેટલું કામ ચાલ્યું...મારા સાથી મીત્રો
રોહિતભાઈ રાવલ, પ્રવિણસિંહ ઝાલા અને જીતુભા ઝાલા હમેશની માફક આજે પણ તકલીફના સમયે
સાથે જ હોઈ હું થોડો સ્વસ્થ રહી શક્યો. અલબત્ત મારા જીવનસાથી ભક્તિ ની અનુપસ્થિતિ મને ખુબ
સાલતી કારણ હું જયારે પણ કોઈ દવાખાને જાઉં કે ઇન્જેક્શન લેવાનું હોય ત્યારે તે
મારી સાથે જ હોય.
અગાઉ RTC કરેલ દાઢ હોઈ સર્જરી સમયે તે તૂટી ગયેલ. એક સમય
તો એવો આવ્યો કે મેં ડોક્ટરને ‘ના- નીકળે તો રહેવા દ્યો’ કહ્યું પરંતુ એમ કાઈ
અધૂરું મુકે ? થોડો સમય હું સાવ શૂન્ય બની ગયો. મારું બ્લડપ્રેશર લો થતાં મને થોડો
સમય સુવાડ્યો. અડધી તૂટેલી દાઢના ટુકડા અંદર પણ ન રખાય ને ?? ચાર-પાંચ વાર દાઢ અને
ચામડીને બહેરી કરનારા ઇન્જેક્શન આપી સર્જરી પૂરી કરી. થોડી વાઢકાપ ને કારણે એક-બે
ટાંકા પણ આવ્યા હોઈ બોલવાનું બંધ અને ધીમે-ધીમે લોહી વહેવાનું ચાલુ જ છે. આગમી બાર
કલાક બોલવાનું બંધ...આમ પણ એકલતાનો આ ફાયદો પણ ખરો....બોલવાનું ઓછું થાય...
સર્જરી
પૂરી કરી ડૉ. આનંદભાઇએ મને નીકળેલી દાઢ, ટુકડાઓ અને X Ray બતાવી શું થયું તે સમજાવ્યું. વાઢ કાપ ના
કારણે હું ખુબ નર્વસ હતો. થોડા ચક્કર પણ આવતાં. સવારે ૧૦ વાગે જામ્યો હોઈ ભુખ પણ
લાગેલ અને સાંજે જામી નહિ શકાય એની ચિંતા પણ..
ડોક્ટરે
કહ્યું કે ‘સાહેબ, સર્જરી સમયે તમે એક-બે વાર ભક્તિ-ભક્તિ બોલેલાં... સમાજમાં
‘જાગૃતિ’ ફેલાવનાર સાહેબને આજે ભગવાન યાદ આવી ગયાં ને ???? મીત્રો મનમાં મલકાયા,
હું કાઈ જ કહી કે કરી શકું તેમ નહોતો...
મારા એક-બે
મિત્રને નાનપણમાં ઇન્જેક્શનના કારણે પોલીઓ થયેલ એવું સંભાળેલ હોઈ મને આજે પણ
ઇન્જેક્શનનો ખુબ ડર...આ સમગ્ર પ્રક્રિયામાં મેં મારા પત્ની અને દીકરા યશ અને દીકરી આશકા ને યાદ
કરવાનું ચાલુ રાખેલ....દાઢને બહુ ખેંચે ત્યારે બંધ આંખે યાદ આવતાં મારા માટે આ
બધાં ભગવાન હતાં....
(જેટલું દુઃખ મારા વર્ષોના સાથી અને મારાથી નહી છૂટવા ખુબ ખેંચતાણ કરાવનાર મારા શરીરનું અંગ-મારી દાઢ ને ગુમાવવાનો મને જેટલો અફસોસ હતો તેટલો જ અફસોસ સાથી
મીત્ર જીતુભા દ્વારા લાવવામાં આવેલ આઈસ્ક્રીમ અને રોહિતભાઈ ના ઘરનો લજેદાર સિરો
ભાવતાં હોવા છતાં ન ખાઈ શકવાનો પણ ખરો...)


No comments:
Post a Comment