જીવનભર અમને સૌને યાદ રહે તેવી ઘટના....
સાચી દિશામાં નિસ્વાર્થ પ્રયત્ન સુખદ સફળતા અપાવે છે.
જીહા,
ગત પ્રવેશોત્સવનો પહેલો દિવસ
મારા ક્લસ્ટરની વિજય નગર શાળામાં સવારે 8.00 કલાકે પ્રવેશોત્સવ યોજવાનું વડી કચેરી દ્વારા આયોજન હતું.
આગળના દિવસે સાંજે શાળામાં રુબરુ મુલાકાત લઈ મેં વ્યવસ્થા જોઇ લીધી. શાળામાં માત્ર એક જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો હોઇ વ્યવસ્થા સરળ હતી. પરંતુ પ્રવેશોત્સવમાં અધિકારીશ્રી તરીકે આવનાર ગાંધીનગર રેન્જના IPS Officer શ્રીમતી મીરા મેડમ હતાં.
રાત્રે લગભગ દશેક વાગ્યે અમારી આ વિજય નગર શાળાના આચાર્ય શ્રીમતી R.M. R M Jadav (રંજનબેન જાદવનો) ફોન આવ્યો કે નવિન પ્રવેશ પામનાર વિદ્યાર્થી ભદ્રેશ ઠાકોરની માતા અને પિતા બંને વચ્ચે ઝઘડો થયેલ હોઇ તેની માતા ભદ્રેશને લઈને અત્યારે બહુચરાજી નજીક ફેચડી ખાતે જતાં રહ્યાં છે. તેમના પડોશીઓના કહેવા મુજબ છૂટાં છેડા થવાની શક્યતા હતી. એક જ વિદ્યાર્થી, પ્રથમ દિવસ અને રાજ્ય કક્ષાના અધિકારી હોઇ અમારી ચિંતા વધી. મેં આચાર્યશ્રીને શક્યત: પ્રયત્ન કરવા વિનંતી કરી. આ અંગે મેં આ અંગે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી ચંદ્રિકાબેન પટેલ અને અમારા બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલને જાણ કરી. તેઓ બંનેએ મને અને અમારા શાળા પરીવારને આશ્વાશન આપ્યું કે ચિંતા ન કરો કોઈક સારો રસ્તો નીકળશે. વહેલી સવારે શાળામાં પહોંચ્યો ત્યારે વિચારેલ કે અધિકારીશ્રીને સત્ય કહેવું જ ઉત્તમ રસ્તો છે. શાળામાં 7 વાગે પહોંચી જાણ્યું કે આચાર્ય બહેનના પતિ અને શાળાના શિક્ષક વિષ્ણુભાઇ બંને સાથે મળી સવારે વહેલા ચાર વાગ્યે લગભગ 160 કીલો મીટર દૂર ગામમાંથી ભદ્રેશના ફઇબાને સાથે લઇ ફેચડી ગામ ગયા છે. લગભગ 7.45 થઇ પરંતુ વિદ્યાર્થી કે તેના શિક્ષક આવેલ નહિ. અધિકારીશ્રીની ગાડી આવી. હું દરવાજે જ રાહમાં અને આવકારવા હોઇ મેં અમારા અધિકારીશ્રી ને આવકારી શાળા તરફ જતો હતો ત્યાં મે આચાર્યશ્રીની ગાડી જોઇ. મનમાં હાંશ થયું. શિક્ષકશ્રીએ ભદ્રેશની માતાને સમજાવી ભદ્રેશને નવા પરિધાનમાં તૈયાર કરેલ. અમે સિધા કાર્યાલયમાં ગયા. આવનાર મહેમાનને નવા સ્થળે આવવાનો આનંદ હતો અને મને મહેમાનશ્રીની સાથે અમારા ભદ્રેશના સમયસરના આગમનનો.... અધિકારીશ્રીએ નામાકંન સમયે ભદ્રેશ સ્ટેજ પર હોઇ ભદ્રેશના માતા પિતાને સ્ટેજ પર બોલાવી ભદ્રેશના ઉછેરને લજતી કેટલીક શિખામણ/સમજણ આપી. પ્રવેશોત્સવ પુરો કરી હળવાશ અનુભવી અમે બીજા સ્થળે ગયાં.
આ ઘટનાને લગભગ ત્રણ મહિનાથી વધુ સમય થયો. ભદ્રેશ તેના માતા પિતા સાથે આ ગામમાં જ રહે છે અને તે બંને સંપીને ભદ્રેશનો ઉછેર કરે છે વળી એ પછી ક્યારેય ઝઘડ્યા નથી. પોતાના વ્હાલ સોયા ભદ્રેશ માટે માતા પિતાએ સમજણ કેળવી ઝઘડો ભૂલી પોતાના ભવિષ્ય માટે કમર કસી અને અમારી વિજયનગર શાળાનો પ્રવેશોત્સવ આ માટેનું પ્લેટફોર્મ બન્યું. ભદ્રેશ અભ્યાસમાં ખુબ તેજસ્વી છે. મારી ગઈકાલની આ શાળા મુલાકાત સમયે ભદ્રેશને મળતાં આખી ઘટનાની પુન: સુખદ અનુભૂતી થઈ.
ભદ્રેશના જીવનને આ અમૂલ્ય ભેટ તેના શાળા શિક્ષક દ્વારા મળી જે ભદ્રેશ મોટો થશે પછી સમજી શકશે. આ માટેનો યશ વિજયનગર શાળા પરીવારને જ આપવો રહ્યો. મને મારા સૌ સાથી શિક્ષક મિત્રો માટે ગૌરવ છે.
અમારા માટે આ વર્ષે પ્રવેશોત્સવ કાર્યક્રમની આ સૌથી મોટી સિદ્ધિ કહી શકાય.

No comments:
Post a Comment