સાપુતારા
ખાતે દક્ષિણ ઝોન ના ટીટીશ્રી અને બી.આર.સી કૉ ઓર્ડીનેટરશ્રીની તાલીમમાં તાલીમી
સાહિત્ય (મોડ્યુલ્સ) તરીકે મારા લખાયેલા વિષયો પર તા.૦૭/૧૦/૨૦૧૫ થી ૦૯/૧૦/૨૦૧૫
દરમીયાન ચર્ચા કરવાનું સદભાગ્ય સાંપડ્યું.
સાપુતારા
અર્થાત કુદરતનો સાક્ષાત્કાર કરાવતું સ્થળ...ઊંડી હરિયાળી ખીણો, ઠંડી હવા, વાદળો
સાથે વાતો કરતાં કરતાં સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરાવી જીવનને જીવવાનો માર્ગ
બતાવતું રમણીય ગુજરાતને ગૌરવ અપાવતું, કુદરતના કરિશ્માનો સાક્ષાત્કાર કરાવતું અને એક
અદભૂત અનુભૂતિ આપતું સ્થળ, જાણે ખુદ ધરતી માં ખોળો પાથરી પોતાના સંતાનોને મસ્તીથી
આનંદિત પળોને માણવા પોતાના પ્રિયજન, પરીવાર જન સાથે વિહરવાની અનુમતિ ના આપતાં
હોય....!!!! ??? ડાંગના દરબારની એક આગવી સોડમ સાપુતારાની પવિત્રતા નો અહેસાસ કરાવે
અને મન વિચારશૂન્ય બની જાય....મન વિચારશૂન્ય બનવું અર્થાત સમાધી અવસ્થામાં પહોંચવું
અને સમાધી અવસ્થા એટલે ઈશ્વરનું આપણામાં પ્રવેશવું....જીવનની તકલીફો ભૂલી મનનું
મોર બની નાચી ઉઠાવું.
તાલીમાર્થી
મીત્રો સાથે ઇનોવેશન, સ્થાનિક કક્ષાએ ઇનોવેશન, વેબસાઈટ, ઓબન ટુ કોમ્પ્યુટર
ઓપરેટીંગ સિસ્ટમ, ઈ લર્નિંગ જેવાં વિષયો પર ચર્ચા કરવાની ખુબ મજા આવી. આ વિષયો
સંદર્ભે ગ્રાસ રુટ પરની સમસ્યાઓ અને તેના સમાધાન માટે ચર્ચા કરાઈ. તમામ વિષયો
રસપ્રદ હોઈ આ વિષયો સમજાવતા નિજાનંદની અનુભૂતિ થઇ. દક્ષિણ ઝોન મારા માટે નવો હોઈ
ઘણાં નવા મીત્રો મળ્યા તો છેલ્લા ઘણાં સમયથી ફેસબુક માધ્યમે મળતાં મિત્ર રાકેશભાઈ ને
રૂબરૂ મળવાનો મોકો મળ્યો.
પ્રથમ
દિવસે સાંજે ડાંગી ભોજનનો આનંદ માણી મીત્રો સાથે વિહરવા નીકળ્યા. રોડ પરની પારી પર
બેસવા ગયાં અને અમારા સાથી મિત્ર જયેશભાઈ પટેલ ની નજર પારી પરના સાપ પર પડી. થોડો
સમય તો પરિવારના પ્રત્યેક સભ્યો આંખ સામે આવી ગયાં.
તાલીમ
દરમિયાન પ્રથમ દિવસે ડાંગના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભાટી સાહેબ ને
મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેઓ ખુબ સરળ અને નિખાલસ સ્વભાવના અધિકારી છે. સર્વ
શિક્ષા અભિયાન ના કર્મચારિયો માટે સાહેબનો અભિપ્રાય સાંભળી અમને અમારા પર ગર્વ
થયું. ડાંગના ટીચર્સ ટ્રેઇનિંગ ઓફિસર શ્રી પવાર સાહેબ અને આયોજક બી.આર.સી કૉ
ઓર્ડીનેટર શ્રી શૈલેશભાઈ બંને સરળ અને ઓછાબોલા અધિકારી છે. વ્યવસ્થા માટે નું
આયોજન જ અદભૂત હતું કે તાલીમ દરમિયાન પોતાનો સંપૂર્ણ સમય તેમણે વર્ગમાં તાલીમાર્થી
તરીકે પસાર કર્યો અને એમ છતાં બધું જ સમયસર થયે ગયું. ટીમ સાપુતારા દ્વારા
ચા-નાસ્તા અને જમવામાં પણ ડાંગી ભોજનનો સ્વાદ પીરસવામાં આવ્યો. નાગલીના રોટલા,
મોરી અડદની દાળ-તીખી ચટણી સાથે, બટાટા-ટામેટાનું રસાવાળું આગવી પદ્ધતિથી બનાવેલ
શાખ, દાળ જીભ પર કઈક જુદો જ જાદુ કરી ગયાં
હોય એમ લાગ્યા.
પ્રથમ
દિવસે શ્રી ભાટી સાહેબને સાંજે રાત્રી બેઠકમાં ડાંગી નૃત્ય થાય તો સારું કહ્યું
અને ટીચર્સ ટ્રેઇનિંગ ઓફિસર શ્રી પવાર સાહેબ અને આયોજક બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી
શૈલેશભાઈ એ વ્યવસ્થા કરી દીધી. આ માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો.
કોઈ પણ
પ્રદેશનું લોકનૃત્ય તે પ્રદેશમાં માણવું એની અનુભૂતિ જ અલગ. ડાંગી નૃત્ય આ અગાઉ
ટી.વી પર કે વાયબ્રન્ટ ગુજરાત માં માણેલ પરંતુ ડાંગના દરબારમાં ડાંગીનૃત્યકાર ના
પગ અને કલાકારની તાલ માટેની ઢોલક પરની થાપ અને શરણાઈ(પીપુડા જેવાં અવાજમાં)ના શુરો
રેલાવવા વાગતી ફૂંક અલગ અને અદભૂત કહી શકાય....એના માટે શબ્દો જ ન મળે. હું એટલું
જરૂર કહી શકું કે એક વાર જરૂર મુલાકાત લો...સાપુતારા.
કેટલીક
તસ્વીરો....સાપુતારાની યાદો તાજી કરવાં....













2 comments:
સાપુતારાના અલૌકિક અને રમણીય કુદરતી સૌદયની વચ્ચે પોતાના મિત્રો સાથે ત્રણ દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે શિક્ષણની ચિંતા અને નવા ધ્યેય સાથે આપને મળવાનો આનંદ અવિસ્મરણીય રહેશે.
શ્રી હરીશભાઈ ચૌધરી, શ્રી કેતનભાઈ ઠાકર, શ્રી જયેશભાઈ પટેલ પાસે કુદરતના ખોળે બેસી આંનંદ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં મેળવેલું નવું શૈક્ષણિક ભાથું આગામી દિવસોમાં ઉપયોગી નીવડશે એવા વિશ્વાસ સાથે આભાર
રાકેશ ભાટિયા
બીઆરસી ડભોઇ
Post a Comment