Sunday, February 14, 2016

Valentine Day .... વસંતોત્સવ. ...



પ્રકૃતિને વધાવવીએ ભારતીય  સંસ્કૃતિ  છે. વસંત  ના વધામણા આપણે પૂજન અર્ચન કરી ઉજવીએ છીએ. વસંતનું આવવું અને અનુભવવું એ જીવંત વ્યક્તિને જ સમજાશે. આપણે જાણીએ છીએ કે કેટલાક  પશુ પક્ષીઓને પ્રજનન ક્રિયા માટે ચોક્કસ  સમય ગાળો  હોય છે. આપણે આ જાણીએ છીએ એ 'ભાદરવા મહિના પર લખાતા અને બોલાતા જોક્સ' એનું ઉત્તમ  ઉદાહરણ  છે. શક્ય છે વસંતરુતુ માનવજાત ને પ્રજનન માટે ઉત્તમ સમય હશે. માનવને શારીરિક  આવેગો જગાવવા   સારુ વાતાવરણ, રંગો, ખુશ્બુ  અને માહોલની જરૂર  પડે. વળી  સમાધી પહેલાં ની અવસ્થા  સંભોગ સરળતાથી આપી શકે એ સહુકોઇ જાણે છે. વસંતનું  ખીલવું એ સ્વાર્થ સાધવાની હોડમાં પારિવારિક જીવન  પર પડેલ કરચલીઓને ફરી શણગારવા માટે છે. આ સત્યને વિસરી બારેમાસ રોજ વસંતની શરણાઇ વગાડવા મથીએ છીએ....અને રસને નીરસ બનાવીએ  છીએ. હાઈબ્રીડ  બીયારણ અને કેમકલથી ભરપુર ખાતર થી પાકેલ ખોરાકે આપણી જીવન શૈલી બદલી ખુદ પરનો અંકુશ ગુમાવવા મજબૂર  કર્યા છે. અલબત્તપ્રાણીઓને આ ઓછુ લાગુ પડતું  હશે.  જીવન જીવવામાં ભરપુર  આનંદ આપનાર પોતાના પ્રિય પાત્રને વર્ષનું એક અઠવાડિયું મનભરી ને ન આપી શકીએ..? જે ઇશ્વરને જોયા નથી એ ઈશ્વરની સાધના માટે અઠવાડીયુ કે મહીનો આપવા તૈયાર અને સુખ દુ:ખમાં સાથ આપનાર જીવનસાથીને ખુલીને 'હું  પણ તને ચાહુ છું' કહેનારને શરમાવવું પડે એ કુદરતની વ્યવસ્થા વિરુદ્ધ  કહી શકાય. 'વસુધૈવ કુટુંબકમ'માં માનનાર આપણે હિન્દુસ્તાનીઓ વેલેન્ટાઈન દિવસનો સમજણ વિના વિરોધ કરી વિકૃતિનો પ્રચાર અને સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જવાનું પાપ કરી રહ્યા છીએ. આપણે મોટાભાગની બાબતોમાં વિશ્વથી પાછળ હોવાના કારણો પૈકી એક કારણ આપણા બોલવાના અને ચાવવાના અલગ છે. આપણે આડંબરી જીવનને વધારી મહત્વતા આપીએ છીએ. પ્રેમને બંધ બારણે અને અપશબ્દો સાથેના ઝઘડાને જાહેરમાં કરવો એ આપણી સંસ્કૃતિ છે ?? આપણા માં કંઈકતો એવું ખુટે છે જેથી માણસ આપણાં થી ભાગી પશ્ચિમી કરણને સ્વીકારી રહ્યો છે, આ વિષય પર સંશોધન ને બદલે આપણે દમન નો રસ્તો અપનાવી રહ્યા છીએ. આટ આટલા વિરોધ વચ્ચે પણ વર્ષોથી યુવાનો વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરી આ ઢોંગી લોકો ને એમની વિકૃત માનસિકતા પર થપ્પડ મારી રહ્યા છે. એક મોટા સમાજને કે યુવાનોને પસંદ છે તો આપણે શા માટે વિરોધ કરવો ? આપણી પાસે કોઈ બીજો રસ્તો ખરો? શક્ય છે આપણને વેલેન્ટાઈન દિવસ પસંદ ન હોય પરંતુ આપણા જીવન સાથી ને પસંદ હોઈ  ના શકે ?  આપણને ધર્મના નામે જાહેરમાં હથિયાર લઈ સરઘસ નિકાળનાર પર ગૌરવ લઈએ છીએ અને પ્રેમના પ્રતિક એવા ગુલાબને હાથમાં લઈ બહાર નિકળનારને વિકૃત કહીએ છીએ. જાહેર રસ્તા પર પ્રિયજનના હાથમાં હાથ નાખીને ફરનાર વિકૃત અને જાહેરમાં પ્રિયજનથી પાંચફૂટ દુર ચાલનાર સંસ્કૃત....!!! લોકોના આવાં માપદંડોને સમાજ સમજી ગયું છે. યુવાનોને કોઈ કામ બંધ કરવાં કહેવાના સમયે તેનો પર્યાય પણ જરૂરી છે.આપણે પ્રેમને જાહેરમાં સ્વીકારવાનું બંધ કરાવવા પાછળનું કારણ હું નથી સમજી શકતો. હું આ બાબતને કુદરત વિરુદ્દ માનું છું. ભારતીય સંસ્કૃતિને સાચા અર્થમાં નહી માનનાર અને સ્વદેશી અપનાવવાનો જડ ની જેમ પ્રચાર કરનાર અંધારું કે એકાંત જોતા જ હદ વગરનો વિકૃત બની જાય છે. હું આવાં ઢોંગી લોકો થી દુર રહેવાનું પસંદ કરું છું.
હું મારા ધર્મને માનું છું, આદર આપું છું અને માટે જ વસંતના વૈભવને આવકારું છું. કદાચ કેટલાંક  સારા-સાચા મૂલ્યોને આપણે આપણાં સ્વાર્થ ખાતર ભુલ્યા છીએ અથવા ઢોંગી લોકો વચ્ચે એના પર દમન ગુજારી દબાવી દેવા પડ્યા  છે. સમાજમાં એક એવો વર્ગ પણ છે જે સવારે વિદેશી  ટુથપેસ્ટ થી દિવસ શરૂ  કરે અને વિદેશી દારૃની  બોટલ ના સથવારે રાત્રે   સુવે. આવા કેટલાક  લોકો દિવસ દરમિયાન  માત્ર ને માત્ર  વિદેશી  વસ્તુઓ વાપરે અને તક મળે  પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા એ જ વિદેશી  વસ્તુઓનો વિરોધ  પણ કરે. આવા ઢોંગી લોકો જેમને વસંતની કોઇ અનુભૂતિ  થઈ  શકે એમ નથી તેઓ વેલેન્ટાઈન  દિવસનો વિરોધ  કરે. વસુધૈવ કુટુંબકમ માં માનનાર આપણે માત્ર  વાતોમાં જ વૈશ્વિક  મૈત્રીને સ્વીકારીએ. મૈત્રીની પહેલી શરત જેને મિત્ર  બનાવવો છે તેને અને તેની બધી બાબતોનો સ્વીકાર કરવો. આપણે તો મિત્ર  બનાવી સામે વાળાને પોતાના જેવો બનાવવા માંગીએ છીએ. આ સ્વાર્થ ભરેલી મૈત્રી  ક્યારેય  ટકે નહિ. હું 'વસુધૈવ  કુટુંબકમ' ને માનું છું- સ્વિકારુ છું. મારા માનવા અને સ્વિકારવા નો અર્થ વિશ્વની તમામ સારી બાબતોનો સ્વિકાર.
સમય બદલાયો છે. દરેક વ્યક્તિને ગમતું હોય કે તે જેને પ્રેમ કરે છે, જેને પોતાનું સર્વસ્વ આપેલ છે તે જાહેરમાં સ્વીકારે. જે વ્યક્તિ  પોતાના  પ્રિય પાત્રને My Valentine (મારું પ્રિય પાત્ર ) કહી જાહેરમાં એને આગવી ઓળખ  આપી નથી શકતા એ  સંભોગને સમાધી સુંધી ક્યારેય પહોંચાડી  શકતા નથી. દેશમાં અત્યારે  વિદેશી  રોકાણકારો  ને આવકારવા  લાલ જાજમ બિછાવીએ છીએ, મેક ઇન ઇન્ડિયા  વીક ઉજવીએ  છીએ અને સાથે સાથે  વેલેન્ટાઈન દિવસનો વિરોધ પણ. આપણે  પશ્ચિમી  સંસ્કૃતિનો સમજ્યા  વિના વિરોધ કરે 'વર્ચ્યુઅલ ફન'માં આનંદ માણવા ટેવાઇ ગયા છીએ અને માટે જ આપણું  યુવાધન વિદેશમાં કાયમી  સ્થાઇ થવા કોઇ પણ રસ્તો અપનાવવા તૈયાર છે. કેનેડા, અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા કે અન્ય  દેશોમાં કાયમી વસવાટ  કરવાની ઢગલાબંધ ફાઇલો આપણાં  દેશના આભાષી આનંદનું કારણ કહી  શકાય. માણસ ક્યાં સુધી  સપનામાં જીવી શકે..
વેલેન્ટાઈન દિવસનો વિરોધ  કરનાર મોટા ભાગના લોકો  વિભક્ત  પરીવારમાં જ જીવતા હશે. તેઓ પોતાના  માતા પિતા ને બે ટંકના રોટલા  માટે પણ પુછતા નહી હોય. હુ  માનું છું કે માતા અને પિતા ને આદર સત્કાર  અને સન્માન મળવું જ જોઇએ પરંતુ  એનો અર્થ  એ નથી કે પોતાની  પત્નીને પ્રેમ ન કરવો. જો આપણે માતૃ-પિત્રૃ વંદનામાં માનતા હોઇએ તો પ્રિયજનની જાહેરમાં સ્વીકૃતી કરી પ્રેમ વ્યક્ત  કરવાના તહેવાર એવા વેલેન્ટાઇન દિવસનો વિરોધ  શા માટે..વિરોધનું માત્ર કરણ એનું વિદેશી હોવું જ હોય તો....વિદેશી  રોકાણકારો ભારતના  બજારોમાં શા માટે..? , સૂર્યોદય થી સૂર્યાસ્ત  દરમિયાન  વિદેશી  વસ્તુઓનો ઉપયોગ  શા માટે..હું  હિન્દુ  છું અને હિન્દુ  જ મરીશ....પરંતુ  સર્વ ધર્મ નો આદર પણ કરીશ. મારે વેલેન્ટાઈન દિવસની  ઉજવણી  એટલા માટે  કરવી પડે છે કારણ મારા ધર્મમાં કેટલાક ઢોંગી લોકોએ  પ્રેમને વાસના સાથે સરખાવી પ્રેમ પર પૂર્ણ વિરામ  મૂકવાનું પાપ કર્યુ છે.  હું એ પાપનો સહભાગી બનવા માંગતો નથી કારણ હું મારા ધર્મને માનું છું અને અનુસરવા પ્રયત્ન કરું છું. મારા ધર્મના આધારસ્તંભ એવા શિવ- વિષ્ણુકૃષ્ણરામ એ પોતાના  પ્રિય પાત્ર - પત્ની  માટે યુધ્ધો કર્યા છે. પોતાના  પ્રિય પાત્રને  સમજવું, સન્માન  આપવું અને ભરપુર પ્રેમ કરવો એ હું મારા આદ્ય દેવો માંથી શિખ્યો છું અને હું ક્યારેય  મારી એમના પરની શ્રધ્ધાને છોડવા માંગતો નથી. મારા પ્રિય પાત્ર એવા મારા ધર્મપત્નીને હું વફાદાર  રહીશ  અને મને પ્રેમ આપનાર સૌને હું ખુબ  પ્રેમ કરીશ. મારા ધર્મ ના કેટલાક  ઢોંગીઓએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા  પ્રિયજનના પ્રેમનો એકરાર  કરવા પર પ્રતિબંધ  
ભલે મૂક્યો  હોય  પરંતુ  હું એ ઘેટાશાહીને અનુસરવા માંગતો નથી. હું ભગવાન શિવ-વિષ્ણુનો વંસજ છું અને રહીશ.  વસંતના વૈભવને  માણવાનો વસંતોત્સવ એટલે મારે મન વેલેન્ટાઈન વીક ની ઉજવણી. જો મારો ધર્મ  પ્રેમના ઉત્સવ ને પ્રિયજન સાથે ઉજવવા કો તહેવાર  આપશે તો હું એ ઉજવીશ અને નહી  મળે ત્યાં  સુંધી  હું વસંતોત્સવ રુપી વેલેન્ટાઈન દિવસની  ઉજવણી  કરીશ. મને જન્મ  આપનાર મારા માતાપિતા  ને વંદન....તેઓને  ક્યારેય ભૂલો શકાય જ નહિ.  પરંતુ  મને જીવનના છેલ્લા  સ્વાસ સુંધી સથવારો  આપનાર  મારા ધર્મપત્ની  ભક્તિ નો આભાર માનવાનું હું કેવી રીતે ટાળી શકું..હું સ્વીકારું છું કે આધેડ વયે કદાચ આપણ ને આ ન પચે. કેટલાંક એમ કહે છે કે આપણી સંસ્કૃતિમાં રોજ પ્રેમ કરવાનું કહ્યું છે એક દિવસ શા માટે ? હા ભાઈ, રોજ પ્રેમ કરો પરંતુ એક દિવસ પોતાના પ્રિયજનનીને ન આપી શકો ? આપણે અશોભનીય બની ને ન રહીએ પરંતુ પ્રેમનો એકરાર તો જરૂરી છે જ. અને જો પ્રિયજન ને ‘હું તને ચાહું છું’ એમ કહેવાની જરૂર નથી તો પરમાત્માની રોજ સ્તુતિની જરૂર ખરી ? પરમાત્મા પણ જાણે જ છે કે આપણે એમને ખુબ પ્રેમ કરીએ છીએ અને માનીએ પણ છીએ તેમ છતાં રોજ એક જ પ્રકારની પરમાત્માના ગુણગાન કરતી સ્તુતિ શા માટે ? કારણ આપણે જાણીએ છીએ કે પરમાત્મા ને પણ વ્હાલ,પ્રશંસા પસંદ છે તો પછી આપણે તો પામર માનવ... વેલેન્ટાઈન દિવસ કે વીક ની ઉજવણી એ પ્રિયજન માટે ક્વાલિટી સમય ફાળવવાનો દિવસ છે, પ્રિયજનને તેના કરેલ અહેસાન-પ્રેમ વિગેરે સારા કાર્યોને યાદ કરી આભાર માનવાનો દિવસ છે. હું સ્વીકારું છું કે ‘પ્રેમ’ એ તો રોજ કરાય...! હા, પરંતુ બાળપણ માં યાદ કરીને કે કોઈ યાદ કરાવે અને પછી ટુથ બ્રશ કરવાની ટેવ, જમ્યા પહેલાં હાથ ધોવાની ટેવ કે સવારે જાગીને પ્રભુ ને દીવો કરી પ્રથાવાની ટેવ એ સીધી ટેવ નથી બની પરંતુ ધીમે ધીમે બની છે. યુવા અવસ્થામાં એકરાર કરતો પ્રેમ, પ્રિયજનને ફાળવવામાં આવતો કીમતી અમુલ્ય સમય  એ કાયમી આનંદ આપે એ  વેલેન્ટાઇન દિવસ કે વીક નો હેતુ. આપણે એ ન ભૂલવું જોઈએ કે હવે મોટાભાગના યુગલો, પતિ-પત્ની બંને નોકરી કરતાં થયેલ છે. તેમની પાસે એક બીજાને માટે પુરતો સમય નથી. આ સમયે બંને વચ્ચે અંતર ન વધે એ માટે આવાં તહેવારો-ઉત્સવો પણ જરૂરી ખરા. કોઈને પણ નડ્યા વિના જીવનને મનભરીને માણવું એજ સાચો ધર્મ અને સંસ્કૃતિ....
વસંતોત્સવ  અર્થાત વેલેન્ટાઈન  વીક ની ઉજવણીના ફાયદા.....

- જાહેરમાં કોઇ ચોક્કસ  વ્યક્તિના નથી સંદેશાઓ ફેસબુક  કે અન્ય  સોશિયલ મીડિયા  પર આપવાને કારણે બીજા લફરાંથી દુર  રહી શકાય.
- વ્યક્તિ  કોના પ્રેમમાં છે એ જણાવવાથી  પરસ્પર પ્રેમ  વધે.
- એકબીજા  ને પ્રેમ જતાવી શકાય.
- અબોલા કે ગેરસમજણને દુર કરી શકાય.
- મૈત્રી  ને વૈશ્વિક  બનાવી  શકાય. 
- ઢોંગી જીવનને થોડો સમય પણ બાજુએ  મૂકી  જીવવાનો આનંદ  મેળવી શકાય. 
આવો જે સમાધી અવસ્થાની અનુભૂતિ  કરાવે છે એના નામને જાહેરમાં આપી તેને આપણા  પર મૂકેલ ભરોસાને સાર્થક કરીએ...આવો આજના વસંતોત્સવ  રુપે વેલેન્ટાઈન દિવસને પ્રિય જન સાથે  યાદગાર બનાવીએ..



No comments: