સમાજમાં મોટાભાગે શિક્ષકને (આપણને) વગોવવાનું કામ મોટાભાગના લોકો કરતાં હોય છે. ક્યારેક તો શિક્ષકને રસ્તો બતાવનાર શિક્ષકના માર્ગદર્શક કે શિક્ષક પાસે ૨૪ x ૭ કામ લેનાર વ્યક્તિ પણ શિક્ષક ના કામને વગોવે. આમ જ ચલાવના કારણે સમાજમાં શિક્ષક ને ક્યારેક નીચું પણ જોવું પડતું. મારા વકતવ્યમાં હું હંમેશા કહું છું કે કે શિક્ષકના કામને બિરદાવવાનું કામ જ્યાં સુંધી નહી કરી શકીએ ત્યાં સુંધી અપેક્ષિત શ્રેષ્ઠ કામ લેવું મુશ્કેલ.કામ નહી કરનાર શિક્ષકને અને કામ કરનાર શિક્ષકની એક સરખી મુલવણી ઘાતક બની રહી છે. કામ કરનારને સન્માન, પ્રોત્સાહન આપવાથી ઓછુ કામ કરનાર પણ પ્રેરણા લેશે. શિક્ષક પણ માનવ છે અને શિક્ષકને પણ પોતીકું સ્વમાન છે. શિક્ષકના કામને ન જાણનારે ક્યારેય શિક્ષકને વાગોવવો જોઈએ નહી.
શિક્ષક્ના શિક્ષકત્વને ઉજાગર કરવાં અને શિક્ષકનિ સારી કામગીરીને સન્માનવા ના અતિ મહત્વના હેતુને લઈને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી મહેશભાઈ મહેતા સાહેબે એ આજથી જીલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રી અને સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ સ્ટાફ સાથે સમિક્ષા બેઠક ટીમ દેત્રોજ માંડલ સાથે દેત્રોજ તાલુકાના ગીતાપુર પ્રાથમિક શાળાથી કરવામાં આવી. આ બેઠકમાં દેત્રોજ અને માંડલ તાલુકાના...
૨ શ્રેષ્ઠ કામ કરતાં શિક્ષક ,
૨ ઇનોવેતિક પ્રવૃત્તિ હાથ ધરેલ શિક્ષક,
વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનેલ વિદ્યાર્થી સન્માન,
તાલુકાની શ્રેષ્ઠ પ્રજ્ઞા શાળાનું સન્માન,
શાળામાં એક પણ શિક્ષક વ્યસની ન હોય તેવી શાળાનું સન્માન
જે શિક્ષક્ના સંતાન પોતાની કે સરકારી શાળામાં અભ્યાસ કરતાં હોય તેવા શિક્ષકનુ સન્માન.
દાતાશ્રીઓનું સન્માન, તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામ કરનાર શિક્ષક દંપત્તિનું સન્માન,
કરી નવી કેડી કંડારી....શિક્ષકોમાં જોમ અને જુસ્સો ભર્યો. સાથે સાથે તાલુકાના અનાથ વિદ્યાર્થીઓ (એવાં વિદ્યાર્થીઓ જેમને માતા કે પિતા નથી) માટે નક્કર આયોજન કરી આવા વિદ્યાર્થીઓના ભાવી વિષે વિચારવા આયોજન હાથ ધરાયું. સાહેબ ખુદ દેકાવાડા શાળાના આચાર્યશ્રીને તેમની શાળાના બે અનાથ વિદ્યાર્થીઓ માટે કપડાં લાવવા જરૂરી રૂપિયા આપ્યા.
સતત પોણા ત્રણ કલાક સુંધી માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી એ નાનામાં નાની બાબતને ધ્યાને લઇ ને પ્રેરણાદાયી વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા.
સાંજે પોતાની જીવનસાથી સાથે બેસી છ પ્રશ્નોના જવાબ મેળવવા કહ્યુ.
1. તમે વર્ગમાં પ્રવેશૉ ત્યારે બાળકોના ચહેરા પર આનંદ પ્રસરે છે..?
2. તમને તમારા વર્ગના બધાંજ બાળકોના નામ યાદ છે..?
3. તમારા વર્ગના 50% વાલીઓનો ઘરે સંપર્ક કરેલો છે..?
4. તમે નોકરી કરો છો, તે ગામમા કેટલી રાત રોકાયા છો..?
5. શાળા એ અડઘો કલાક વહેલા પ.ચેલ છો કે અડધો કલાક વધુ રોકાયેલ છો..?
6. તમે વર્ગમાં વધુ રોકાયેલ છો કે વર્ગખંડ બહાર..?
પોતાના વક્તવ્યમાં સાહેબશ્રીએ કડવી દવાને મીઠી ચૉકલેટ સાથે રજૂ કરી શિક્ષકને સતત હસતા અને 'સ્વ' નું મૂલ્યાંકન કરતાં રાખ્યા. તેમણે કહેલ કે, બધાને સાંભળનાર કે કોઇનુંય ન સાંભળનાર હંમેશા દુ:ખી થાય છે. તેમણે જણાવેલ કે કેટલાંક માં કેટલુંક ઉગાડવું એટલે ઈથોપિયાની ધરતી પર સફરજન ઉગાડવા જેવું કામ કરવું.
જીલ્લા પ્રાથમિક શશિક્ષણાધિકારી સાહેબશ્રી મહેતા સાહેબ માટે એટલું જરૂરથી કહી શકાય, 'Sir, You are the hope....'
આ સમિક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ ગોહેલ, મહામંત્રીશ્રી જગજીવનભાઇ પટેલ તેમજ દેત્રોજ અને માંડલ તાલુકાના શિક્ષક સંગઠનના પ્રમુખ શ્રી, મંત્રીશ્રીએ ઉપસ્થિત રહી શિક્ષકના સન્માનમાં સહભાગી બની પ્રોત્સાહન આપ્યું.
No comments:
Post a Comment