વઘારેલો રોટલો...
હું નાનો હતો ત્યારે આર્થિક તંગીના કારણે શાળામાં અઠવાડિયામાં ત્રણ વાર વઘારેલો રોટલો ટીફીનમા લઇ જવાનું થતું. વઘારેલો રોટલો એ મને ભાવે પણ બહુ અને અમારા માટેે દાળ ભાત રોટલી થી ઓછું નહીં. દાળભાત ત્રણ ચાર મહિને જોવા મળતા. મારા મમ્મી ના હાથનો બનાવેલ વઘારેલો રોટલો આજે પણ યાદ આવૈ છે.
શિયાળો એટલે સુખી લોકોને ચેન્જ માટે અને ગરીબ આર્થીક સંકળામળ માટે રોટલા ની સિઝન. ઘરમાં રોટલો બનાવ્યો હોય અને વધ્યો હોય તો એ વધેલા રોટલાં માંથી વઘારેલો રોટલો સરસ બને અને અન્નનો બગાડ પણ ન થાય.
વઘારેલા રોટલો બનાવવા માટે ની જરૂરી સામગ્રી:
- રોટલાં
- છાસ
- આદુ મરચાં ની પેસ્ટ – ૨ ટી સ્પૂન
લસણ ની પેસ્ટ – જરુર મુજબ
- તેલ – વઘાર માટે
- જીરુ – વઘાર માટે
- રાઈ – વઘાર માટે
- મીઠો લીમડો – વઘાર માટે
- હળદર – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર
- પ્રમાણસર લીલાં સમારેલ મરચાં
- પ્રમાણસર સમારેલ લસણ
- પ્રમાણસર સમારેલ ડુંગળી
- સમારેલ કોથમીર
રીત :
સૌ પ્રથમ રોટલા નાં નાના પીસ કરો. આ રોટલો તમે તાજો બનાંવેલો પણ વાપરી શકો છો અને સવારનો પણ વાપરી શકો છો. હવે કડાઇ માં તેલ ઉમેરો.
તેમાં રાઈ, જીરુ નાખી વઘાર કરો. તેમા ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલ લસણ, યોગ્ય પ્રમાણમાં સમારેલાં લીલાં મરચાં નાખો. ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તલ અને મીઠો લીમડો ઉમેરો. એકાદ મિનિટ પછી રોટલાના પ્રમાણમાં છાસ નાખો. છાસ નો એક ઉભરો આવે એટલે તેમાં રોટલા નાં ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરુ, મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. અને હલાવો. થોડી વાર એમ જ રહેવા દો.
તો તૈયાર છે વઘારેલો રોટલો.
તો તૈયાર છે વઘારેલો રોટલો.
No comments:
Post a Comment