આ અઠવાડિયામાં જુદી-જુદી બે વિડીયો કલીપ વોટ્સએપ માધ્યમે જોવા મળી. અને વિચાર આવ્યો....
સાંજ પડે જેમણે હીરામોતીથી બનાવેલી ખીચડી અને લીક્વિડ ગોલ્ડથી બનાવેલ કઢી ખાવાની ટેવ હોય (...અથવા સ્વપ્ન હોય) એમણે સાંજ નું ભોજન પરીવાર થી દૂર-અલગ રહીને અને બપોરનું ભોજન સહકર્મચારીઓ વિના કરવું.
વિશ્વ માં આજ સુધી એવું કોઈ નથી જેઓ કર્મ અને યાદો (જે બહારની કોઇ વ્યક્તિ જોઇ કે એનો ભાગ પડાવી ન જ શકે) સિવાય કંઇ પણ સાથે લઈ ને ગયા હોય. કર્મ અને યાદો સિવાય દરેક વસ્તુ બીજા ભોગવશે અને કર્મ અને યાદો નો આનંદ આપણને મળશે. સંપત્તિ થોડો સમય આજુબાજુ ના લોકો સાથે પોતાની સરખામણી કરાવી ઘમંડ આપશે-આનંદ નહીં જ.
* મૃત્યુ પછી સંપત્તિ સાથે લઈ જનાર કોઇ મહામાનવને જાણતાં હોવ તો માહિતી આપવા વિનંતી.
એવા ઘણા કિસ્સાઓ જોવા મળશે કે સંપત્તિના અતિ મોહના કારણે કેટલાક પોતાના જીવનસાથી કે સંતાનને છોડી આજીવન ખાલીપા સાથે સંપત્તિ ભોગવે.
ભલે આજે જ મૃત્યુ આવે (મૃત્યુ વહેલું આવશે તો નવો જન્મ પણ વહેલો મળશે) પરંતુ દુન્વયી તકલીફો ભૂલી છેલ્લા શ્વાસ સુંધી મારી આસપાસ ના સૌ કોઇ સાથે જીવનનો આનંદ મળતો રહે એવી પ્રભુ પ્રાર્થના....
દશમાં ધોરણમાં ભણતો ત્યારે અભિયાન સામાયિકમાં વાંચેલ...
...Lead the life in such a way that your cremator may seed few drops of tears.
કોઇ પણ પ્રકારના આવરણ કે શરત વિના પરીવાર,પડોશી, મિત્રો અને વિશ્વ ના તમામ લોકો- સૌને પ્રેમ કરીએ...
No comments:
Post a Comment