Blog
જ્યારે જ્યારે ભારતમાં મિત્રો કે સ્નેહીજનો સાથે ફોન પર વાત થાય ત્યારે ત્યારે તેઓ કેનેડા વિશે અવશ્ય પુછે. ભારતમાં વધતી બેકારી, સામાજિક અસમાનતા, આર્થિક ગરીબાઈ, અશાંતિ જેવા કેટલાક કારણોના લીધે મહેનતું અને શાંતિ પ્રિય લોકો તક મળે તેઓ ભારત છોડી અન્ય દેશમાં સ્થાયી થવા ઇચ્છતા હોવ છે. જો કે એમાં ખોટું પણ નથી. જેમણે સખત મહેનત અને ઇમાનદારી થી રહેવું છે એમના માટે કેનેડા સ્વર્ગ સમાન છે. કેનેડા વિસ્તાર ની દૃષ્ટિએ ભારત કરતાં ત્રણ ગણો વિશાળ અને વસ્તી ની દૃષ્ટિએ ગુજરાત કરતાં અડધી આબાદી વાળો મજાનો દેશ છે. કેનેડા માં વિશ્વ ના તમામ દેશના લોકો ભાઇચારાની ભાવના સાથે રહે છે. અહીં દરેક વ્યક્તિ માટે સરખા કાયદા કાનૂન અને સ્વિકૃતિ છે. તમામ લોકો કાયદાનું એ રીતે પાલન કરે કે કોઇને કાયદાનું ઉલ્લંઘન કરવાની જરૂર પણ ન પડે.
સૌ માટે પ્રશ્ન હોય છે કે કેનેડા કેવી રીતે આવવું...?
કેનેડા વસવાટ માટે આવવા માટે જુદી-જુદી ઘણી પધ્ધતિઓ છે. પરીવાર ના આશ્રિત માટે, અભ્યાસ અર્થે, કામ (નોકરી) કરવા, ધંધાર્થે વિગેરે વિગેરે. દરેક વિઝા માટે અલગ અલગ જરુરીયાત હોય છે. cic.gc.ca પર log in થવાથી તમામ માહિતી મળી રહેશે. જો આપ અભ્યાસ અર્થે અથવા નોકરી અર્થે આવવા માંગો છો તો IELTS માં ઓછામાં ઓછા ૬ બેન્ડ અપેક્ષિત છે. જે વ્યવસાય નોકરી કરતા હોવ એ મુજબની નોકરી માટે કેનેડા ના કોઇ એમ્પ્લોયર તરફથી વર્ક પરમિટ માટે ડોક્યુમેન્ટ જરુરી છે. હું ભારતમાં હતો ત્યારે મારા પત્નીની નોકરીનું સ્થળ દર બે વર્ષે બદલાતું રહેતું અને મારી નોકરી એક જ સ્થળે રહેતી હોઇ સોમવારથી શનીવાર મારે એકલાં રહેવાનું થતું. આથી શિક્ષકની નોકરી સાથે સાથે મેં વન ટેન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, મહેસાણા માં મેં સાંજ થી મોડી રાત્રી મેનેજર તરીકે નોકરી શરૂ કરેલ. વન ટેન રેસ્ટોરન્ટમાં મળતા પગારમાંથી મેં વિદેશ ફરવાનું નક્કી કરેલ. યુરોપ, અમેરિકા અને કેનેડા ફરતાં ફરતાં મને વિદેશ વસવાટ નો મોહ વધ્યો. જોકે વિદેશ માં વસવાનું મેં ૨૦૧૧ માં સંકલ્પ કરેલ પરંતુ વન ટેન રેસ્ટોરન્ટ ના અનૂભવને કારણે મારું સ્વપ્ન પુરુ થયું. સદનશીબથી મને કેનેડામાં રેસ્ટોરન્ટ માં સૂપરવાઇઝર તરીકે કામ કરવાની તક મળી. કેનેડામાં નાનું ગામ હોય કે મોટું શહેર પાયાની સગવડો સરખી મળી રહે. હું સસ્કાચવાન રાજ્યના નાનકડા ગામમાં રહું છું. અમારા ગામની વસ્તી ૪૦૦ વ્યક્તિ હશે પરંતુ લફલેશ-સ્વર્ગ જેવું સુંદર પ્રેમાળ અને હંમેશા ધબકતું. જો ખરેખર કેનેડાને જાણવું હોય, માણવું હોય કે કેનેડીએ તરીકે જીવવું હોય તો નાના ગામડા (small town)માં રહેવાનું પસંદ કરવું. મારી દૃષ્ટિએ કેનેડા શાંતિ થી રહેવા માટે સૌથી વધુ સારો દેશ છે.
No comments:
Post a Comment