Thursday, May 12, 2022
Castaway... હૃદયસ્પર્શી ફિલ્મ...
Friday, May 6, 2022
પિતાજી ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ શ્રધ્ધા પૂર્વક ભાવાંજલિ...'...Death is a beautiful conclusion of life.'
Thursday, April 16, 2020
મારો 'લાડવો'...વ્હાલનો દરિયો...
Sunday, April 5, 2020
શું આપ કોરોના પૃફ છો ??
Friday, February 28, 2020
આજના રાવણ.... રાવણ કૂળના વંશજ...
Tuesday, February 25, 2020
મારે મને જ મારવો છે...
Monday, January 13, 2020
રુણાનુબંધ
રુણાનુબંધ
ભારતમાં રહેતો ત્યારે રુણાનુબંધ શબ્દ ઘણી વાર સાંભળતો. રુણાનુબંધ અર્થાત કોઇ વ્યક્તિ સાથે આકસ્મિક સંબંધ બંધાય અને એ આપણને કોઇ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના સતત મદદ કરતાં રહે. ક્યારેય કલ્પના પણ નહીં કરેલ કે પિસ્તાળીસ વર્ષે કેનેડામાં રહેવા આવવાનું થશે! ૨૦૧૭ માં અમારા સાળા નિર્મલ સિંહ ના મહેમાન થવા કેનેડા આવવાનું થયું. કેનેડા માટે કહું તો નિર્મલ સિંહ ના કારણે જ આવવું થયું. કેનેડા આવવાનું નક્કી થતા અમારા કડી ઘરના પડોશી ભરતભાઈ ના આગ્રહથી રજાઇના એમના ઘરે આવવાનું થયું. ભરતભાઈ સાથે કોઇ રુણાનુબંધ હશે કારણ એમના ઘરે રહ્યા અને એમણે જ નવરાત્રી ના ઉત્સવમાં વુડ રીવરના માલીક/ભાગીદાર અંકુરભાઇનો પરીચય કરાવ્યો અને અંકુરભાઇના સહકારથી જ ૨૦૧૮મા કેનેડા આવવાનું શક્ય બન્યું. અંકુરભાઇએ નિઃસ્વાર્થ મદદ કરી અને લફલેશ જેવા શ્રેષ્ઠ ગામમાં રહેવાની તક મળી. અંકુરભાઇ ધાર્મિક નિતીમાં માનનાર તેમજ કોઇની તકલીફ જોઇ એમના દુઃખ માં સહભાગી બનનાર હોઇ આ બે વર્ષ દરમિયાન કોઇ તકલીફ ન પડી. કદાચ મારા એમના સાથેના રુણાનુબંધ હોઇ શકે...!!
લફલેશ રહેવા આવ્યા પછી એવોજ અનુભવ અમારા પાડોશી લોરી ક્રોસેટીયર એમના પત્ની અનિટા નો થયો. પરદેશમાં આવા પડોશી મળવા એ અકલ્પનીય કહી શકાય! અહીં આવ્યો ત્યારે બરફમાં કેવી રીતે રહેવું ? ઘરના રસ્તા પરનો બરફ કેવી રીતે નિકાળવો ? ઘર કેવી રીતે સાચવવું ? ક્રીસ્ટમસ કે તહેવારોમાં સમયે શું કરવું ? કંઇજ ના સમજાય! દરેક બાબતમાં લોરી અને એમના પત્ની અનિટા મદદ કરે. એમના ત્યાં જમવા જવાનું થાય. એમને કાંઇ નવું બનાવ્યું હોય તો મોકલાવે તેમજ ઘરે કાંઇ પણ રીપેરીંગ હોય એ કરી આપે. વળી ક્યારે પણ એ માટે કાંઇ મહેનતાણું પણ ન લે. ખુબ સેવાભાવી. અમે ઘરમાં પરસ્પર વાત કરીએ ત્યારે લોરીને દાદા કહીએ. એમની ઉંમર ૭૬ વર્ષ હશે પરંતુ ક્યારેય કોઇ કામથી થાકે નહીં. મારો દિકરો હંમેશા કહે કે દાદા કેટલા મહાન છે ! કોઇ સ્વાર્થ વિના મદદ કરતાં રહે! કદાચ આ જ રુણાનુબંધ હશે !!
આમતો ધર્મગ્રંથોમાં ઘણીવાર વાંચેલ કે પૂર્વ જન્મનું કોઇ રુણ - દેવું બાકી હોય એ ચૂકતે કરવા જન્મ લેવો જ રહ્યોં. અમે ક્યારેય કલ્પના નહીં કરેલ કે કેનેડામાં અમને મદદ કરવા અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને અમારા પહેલાં પરમાત્મા એ કેનેડા મોકલ્યા હશે જેથી અમને એમની મદદ મળતી રહે.
આ સમયે મને કૃષ્ણ-સુદામા યાદ આવે. સુદામા ગરીબ જ્ઞાની - સ્વમાની બ્રાહ્મણ (મારી જેમ😀) હતાં જ્યારે કૃષ્ણ મહારાજ. કૃષ્ણ અને સુદામા વચ્ચે રંણાનુબંધ ના કારણે જ સુદામા ના કાંઇ કહ્યા વિના કૃષ્ણ એ સુદામાને જરુરી બધું જ આપ્યું.
નિર્મલ સિંહ, ભરતભાઇ, અંકુરભાઇ કે લોરી અને સૌ મિત્રો- શુભેચ્છકો જે રીતે મદદ કરે છે એ માટે આભાર સિવાય શું કહી શકું ??? મુશ્કેલ સમયમાં સારા લોકનો સહકાર મળે એ પણ ખુબ જરૂરી છે. કદાચ અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને પરમાત્મા જરુરીયાતમંદની મદદ કરી શકે એ માટે જ સાધન સંપન્ન બનાવતાં હશે!
જીવનમાં દરેક ક્ષેત્રમાં મને કોઇની મદદ મળતી રહી છે. કદાચ એ જ 'રુણાનુબંધ'.
Sunday, December 22, 2019
નિજાનંદ
આ અઠવાડિયામાં જુદી-જુદી બે વિડીયો કલીપ વોટ્સએપ માધ્યમે જોવા મળી. અને વિચાર આવ્યો....
Monday, December 16, 2019
કૈકેયીના કુંવર - જશોદાના જાયા
કહેવાય છે કે કૈકેયી રાજા દશરથ ના મહારાણી જ નહીં પરંતુ મિત્ર અને માર્ગદર્શક પણ હતાં. રાજા દશરથ કોઇ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવે ત્યારે કૈકેયી નું માર્ગદર્શન લેતાં. એમ પણ કહેવાય છે કે યુધ્ધ સમયે કૈકેયી રાજા દશરથ સાથે યોધ્ધા તરીકે યુધ્ધ લડવા પણ જતાં. પરીવાર ને સાથે રાખી સૌને સરખો પ્રેમ આપવામાં કૈકેયી મોખરે હતા. રધુકૂળ માં કૈકેયી નું સ્થાન ખુબ મહત્વનું અને પુજનીય હતું....
જો કૈકેયી મંથરાની દૃષ્ટિએ ભગવાન રામને ન જોયા હોત અને ભરત જન્મ પહેલાં રામને અપાયેલ કુંતા જેવો માતૃપ્રેમ જીવન ભર આપ્યો હોત તો....તો કદાચ રામ બ્રહ્માંડમાં સાત હજાર વર્ષ થી ભગવાન તરીકે ના પુજાત....અને કૈકેયીને લોકો આજે પણ સાવકી મા તરીકે ઉદાહરણ આપી ધુત્કારતા ના હોત....
કૃષ્ણ પણ માતા જશોદા માટે સાવકા જ હતાં. પરંતુ માતૃ વાત્સલ્ય ની મૂર્તિ બની ગયા અને હજારો વર્ષ પછી આજે પણ લોકો જશોદા એ કૃષ્ણ ને આપેલ માતૃપ્રેમ ને યાદ કરે છે, પૂજે છે. આજે પણ લોકો કૃર સાવકી માતા તરીકે કૈકેયી ને યાદ કરે તો અપાર પ્રેમ આપનાર માતૃવાત્સલ્ય તરીકે જશોદાને યાદ કરે. કૈકેયી ને જશોદા બનતાં હજારો વર્ષ પાપ કર્મના કારણે વેદનાઓ ભોગવવી પડી.
કુદરતની પણ ગતી ન્યારી છે. રામ અવતારમાં કૈકેયી એ રામ લક્ષ્મણ ને પોતાના પુત્ર ભરતના મોહને કારણે ૧૪ વર્ષનો વનવાસ આપેલ. આપણને એમ કે ચૌદ વર્ષ શામાટે ? એ સમયમાં એવો નિયમ હતો કે કોઇ રાજા ચૌદ વર્ષથી વધારે રાજ્ય બહાર રહે તો એમનો રાજા તરીકે હક પુરો થાય. કૈકેયી ને મંથરા નું પૂરું માર્ગદર્શન. આજે પણ આવી મંથરા માં કે માર્ગદર્શક તરીકે સમાજ માં જોવા મળે છે. જો કે મંથરા પ્રકૃતિ ધરાવનાર લોકો પાછલા જીવનમાં ખુબ રિબાય છે. સાથે સાથે એમની સાથે રહેનાર લોકો પણ એમના પાપ માં સહભાગી બની આંખ આડા કાન કરી કાંઇ જ કહ્યા વિના જોતાં હોઇ તેઓ પણ પાપ કર્મોના એટલા સહભાગી બને છે. મંથરાએ કૈકેયી ને એના પિયર પક્ષમાં તપાસ કરી રાજગાદી ના નિયમો પૂછ્યા હશે ? મેં સમાજમાં આવા ઘણા માં અને ભાઇ જોયા છે જેઓ દિકરીના રુપિયા અને સત્તા ભોગવવા એના પરીવાર ને વેરવિખેર કરી નાંખે. આવા લોકો ને પરમાત્મા ક્યારેય માફ ના કરે અને એથી જ કહેવાય છે કે 08,63,874 વર્ષ સુધી કૈકેયી, મંથરા અને એના ભાઇ યુદ્ધજીત
નો અતૃપ્ત જીવ ભટકતો રહ્યો અને કૃષ્ણ અવતાર માં કૈકેયીએ જશોદાનો જન્મ લિધો, મંથરા એ પુતનાનો જન્મ લિધો અને યુદ્ધજીતે પુત્રના ના સાથી રાક્ષસનો જન્મ લીધો. કૈકેયી માતા હોઇ રામ લક્ષ્મણ (કૃષ્ણ અને બલરામ) મારી ના શકે વળી રામે પણ કૈકેયીની ભૂલ માફી કરી મોક્ષ આપવા પાલક પુત્ર કૃષ્ણ તરીકે જન્મ લીધેલ. કૃષ્ણ ના માતા દેવકી પરંતુ સાવકી માતા બની જશોદા એ કૈકેયી અવતારમાં કરેલ પાપકર્મથી મોક્ષ લીધેલ. જે સાવકી માતા સંતાન તરીકે કોઇને સ્વિકારે તેઓ એ સંતાનને તરછોડવાની ભૂલ ના કરવી જોઇએ નહીંતર તરછોનાર માતા, એને મંથરા બની સાથ આપનાર સાથી અને યુધ્ધજીત જેવા ભાઇઓએ ફરી જન્મ લઇ પાપ મૂક્ત થવું પડશે.
આપણા શાસ્ત્રોમાં જીવન જીવવાના દરેક પાસા છે. આપણે ક્યારેય પોતાના સ્વાર્થ ખાતર સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી અને દોષ નશીબનો નિકાળીએ્
સંતાન સાવકુ હોય જ નહીં, ઉછેરનારના સાવકા વિચારો જ સંતાન વચ્ચે ભેદ ઊભો કરે છે. માટે જ કહેવત બની હશે, છોરું કછોરું થાય તો પણ માવતર કમાવતર ન થાય...!
જો વાલિયા લુંટારા ના પાપમાં સહભાગીતા પરીવારે બતાવી હોત, વાલીયાના પરીવાર પ્રેમના કારણે ત્યાગને સમજ્યા હોત કે કામમાં સહભાગી બન્યા હોત તો આજે વાલ્મીકિ ઘરેઘરે રામાયણ ન પહોંચ્યું હોત...
કૈકેયી, કૈકેયીના ગુરુ મંથરા અને વાલીયાના પરિવાર ને વંદન....જેમના કારણે વિશ્વ ને રામ સ્વરૂપે ભગવાન અને વાલ્મીકિ સ્વરૂપ ભક્ત મળ્યા....
કલ્પના તો કરો એ રાત્રે દશરથ રાજાની માનસિક સ્થિતિ કેવી અસહ્ય હશે ?
સવારે દિકરા રામનો રાજ્યાભિષેક...
રાત્રે રામના સાવકા માતા કૈકેયી નો નિર્ણય કાંતો રામને વનવાસ અને ભરતને ગાદી,
કાંતો રાજા દશરથ થી કાયમી છૂટા થવું...આ ધર્મસંકટ જેને અનુભવ્યું હોય એ જ જાણે. પુત્ર કે પત્ની ?
રાજ્યના તમામ નાગરિકો સવારે રામ રાજ્યાભિષેક થવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.... આખું અયોધ્યા હિલ્લોળે ચઢેલ અને છાતી પર પથ્થર રાખી રાજા દશરથનો નિર્ણય....
રામને વનવાસ. ભરતને રાજ ગાદી....
પરીણામ
-દશરથનુ મૃત્યુ
-ભરતનો રાજમહેલ ત્યાગ
-કૈકેયી વિધવા...
- મંથરા પાગલ
અને
રામ આજે પણ ભગવાન તરીકે પૂજાય
- દશરથની વ્યથા પર આજે પણ લોકો દયા ખાય, જીવ બાળે.
- રામ-દશરથના અતી ખરાબ સમયમાં સાથ આપનાર સૌ આજે પણ ઇતિહાસ માં અમર થયા...
અને હા,
- કોઇ માવતર પોતાના સંતાનનું નામ કૈકેયી કે મંથરા કે ભાઇ યુધ્ધજીત રાખતું નથી...
કૈકેયી દ્વારા રામને વનવાસ પછી રામ વિયોગમાં પિતા દશરથ કૈકેયી ના શયનખંડ માં કે વતન કેકયા માં ક્યારેય પગ મૂક્યો ન હતો અને મૃત્યુ પામેલા. કૈકેયીના દિકરા ભરતે અયોધ્યા નગર બહાર ચૌદ વર્ષ ઝૂંપડી માં રહ્યા- રાજમહેલ નો ત્યાગ કરી મોટાભાઈ રામની રાહ જોઇ.
કૈકેયી ના આત્માને મોક્ષ આપવા કૃષ્ણ (સમયે લક્ષ્મણ બલરામ માતા રોહિણી અને પિતા વાસુદેવ ના દિકરા, કૃષ્ણ ના સાવકા મોટા ભાઇ જ્યારે રામ અવતારમાં તેઓ રામના નાના ભાઇ લક્ષ્મણ હતાં. રાજા દશરથ ના બીજાં પત્ની સુમિત્રા - દશરથ ના દિકરા લક્ષ્મણ હતાં. કેવો સંયોગ???) જેઓ સાવકી માતા કૈકેયીને મોક્ષ આપવા જશોદા ના જાયા (દિકરા) તરીકે ઉછર્યા. હજારો વર્ષ પછી આજે પણ લોકો જ્યારે કોઇ કૃર માતા નું ઉદાહરણ આપે ત્યારે કૈકેયી નું નામ આપે અને ખુબ પ્રેમાળ આદર્શ માતાનું ઉદાહરણ આપે ત્યારે જશોદા નું ઉદાહરણ આપે. કદાચ આજે પણ કુદરત ઘણી કૈકેયી જેવી માતાઓની ભૂલને માફ કરી મોક્ષ આપવા સાવકા સંતાન ને પ્રેમ આપવા તક આપતાં હશે પરંતુ મંથરા રુપે (માતા કે મિત્ર સમાન કોઇ) ભાઇ યુદ્ધજીત ( ખુદના ભાઇ કે ધર્મના ભાઇ જેવા) જેવાની ચઢામણીથી આ તક ગુમાવી વધારે પાપ કર્મ કરે છે. આવા લોકોને કુદરત એક તક આપે છે પરંતુ કલીયુગ કેટલીક મહિલાઓ અને પુરુષો ને સાવકા માતા પિતા બની પોતાનો પ્રેમ આપતાં અટકાવે છે. સાવકા માતા પિતા બનવાની તક ગયા જન્મમાં કરેલી ભૂલોની ક્ષમા રુપે હોય છે. પરંતુ આ સમજણ એમને નથી હોતી. હું એવા કેટલાક ને ઓળખું છું જેઓ નંદ જશોદા જેવા શ્રેષ્ઠ સાવકા માતા પિતા છે... જ્યારે એક બે પોતે નંદ જશોદા જેમ રહે પરંતુ બીજાને કૈકેયી બનવા પ્રેરણા આપે.
સંતાન સાવકુ હોય કે પોતાનું, સ્વિકાર્યું છે તો પ્રેમ આપીએ નહીંતર તરછોડવામા સાથ આપનાર સહિત તમામ કુદરતની સજા ભોગવવા તૈયાર રહીએ.સમાજમાં, ધર્મગ્રંથોમાં સાવકી માતાના સંતાન પર અત્યાચાર ની કથા જોવા મળશે પરંતુ સાવકો પિતા જોવા નહીં મળે. પુરુષ બીજાના સંતાનને પોતાના તરીકે સ્વીકાર કરે પછી જીવનભર સાથ આપે છે, જ્યારે સ્ત્રી સમય આવ્યે નફા નૂકશાન ની ગણતરી કરી મંથરાઓના માર્ગદર્શન ને કારણે સંતાન ને કોઇ પણ સમયે છોડી દે છે...અને જાતે જ પાપકર્મ ની સજા ભોગવે છે.
અને અંતે,
જો તમને આ જન્મમાં સાવકા માતા કે પિતા બનવાની તક મળી છે કે ત્યજાયેલા બાળકના પાલનનો કોઇએ તમારા પર ભરોસો મૂક્યો છે તો આ તક પરમાત્મા એ તમને જશોદા-નંદની જેમ પૂર્વ જન્મના કોઇ પાપકર્મ નું પ્રાયશ્ચિત કરવા આપી છે. જો આ જન્મમાં પણ તમે એ બાળક પર કૈકેયી, મંથરા કે યુધ્ધજીત જેવો વ્યવહાર કરશો તો કર્મના સિદ્ધાંત મુજબ તમારા જીવનના ઉત્તરાર્ધમાં બહું ખરાબ રીતે ભોગવવું પડી શકે છે. પરમાત્મા એ આપને 'નંદ-જશોદા' ના ઐતિહાસિક ઉદાહરણ ને સમાજ સમક્ષ સાર્થક કરવા તક આપી છે....એ સંતાનને ઉછેરવા ઉર્જા પણ પરમાત્મા આપશે જ. આપ કલીયુગમા દ્વાપરયુગ નું ઉદાહરણ પુરું પાડો એવી શુભકામનાઓ...
કહેવાય છે કે વર્ષો સુધી રામને ભરત કરતા પણ વધુ માતૃપ્રેમ આપનાર કૈકેયીએ રાજગાદી અને સંપત્તિ ખાતર રામને વનવાસ આપ્યો. આજે કોઇ પોતાની દિકરીનું નામ કૈકેયી રાખતા નથી.
આપને સાવકા માતા પિતા બનવાની તક મળી છે- આપે સ્વિકારી છે તો એ સંતાનને થોડાં વર્ષો રાખી ત્યજી દેવાની ભૂલ ન કરતા. પરમાત્મા ક્યારેય માફ નહીં કરે... મરજી આપની... અંતે, માતા બનવા માટે સંતાનને જન્મ આપવો પડતો નથી. ઘણી માતા જન્મ આપેલ બાળકને ઘરમાં સુતા મૂકી ખોટા કામ કરવા જાય અને ઘણી માતા જન્મ ન આપવા છતાં સંતાન તરીકે સ્વીકારેલ બાળકને પોતાના ક્ષણ વાર માટે છૂટું ના પાડે...
સાવકા બની તરછોડાયેલા સંતાનોને પ્રેમ આપનાર માતા પિતા રાજસ્વી સુખ ભોગવે છે જ્યારે નિ:સહાય ગાય, બ્રાહ્મણ કે બાળક પર અત્યાચાર કરનાર નું એક દિવસ બધું જ છિનવાઈ જાય છે. - ગરુડ પુરાણ
Sunday, December 15, 2019
વઘારેલા રોટલો
વઘારેલો રોટલો...
હું નાનો હતો ત્યારે આર્થિક તંગીના કારણે શાળામાં અઠવાડિયામાં ત્રણ વાર વઘારેલો રોટલો ટીફીનમા લઇ જવાનું થતું. વઘારેલો રોટલો એ મને ભાવે પણ બહુ અને અમારા માટેે દાળ ભાત રોટલી થી ઓછું નહીં. દાળભાત ત્રણ ચાર મહિને જોવા મળતા. મારા મમ્મી ના હાથનો બનાવેલ વઘારેલો રોટલો આજે પણ યાદ આવૈ છે.
શિયાળો એટલે સુખી લોકોને ચેન્જ માટે અને ગરીબ આર્થીક સંકળામળ માટે રોટલા ની સિઝન. ઘરમાં રોટલો બનાવ્યો હોય અને વધ્યો હોય તો એ વધેલા રોટલાં માંથી વઘારેલો રોટલો સરસ બને અને અન્નનો બગાડ પણ ન થાય.
વઘારેલા રોટલો બનાવવા માટે ની જરૂરી સામગ્રી:
- રોટલાં
- છાસ
- આદુ મરચાં ની પેસ્ટ – ૨ ટી સ્પૂન
લસણ ની પેસ્ટ – જરુર મુજબ
- તેલ – વઘાર માટે
- જીરુ – વઘાર માટે
- રાઈ – વઘાર માટે
- મીઠો લીમડો – વઘાર માટે
- હળદર – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર
- પ્રમાણસર લીલાં સમારેલ મરચાં
- પ્રમાણસર સમારેલ લસણ
- પ્રમાણસર સમારેલ ડુંગળી
- સમારેલ કોથમીર
રીત :
સૌ પ્રથમ રોટલા નાં નાના પીસ કરો. આ રોટલો તમે તાજો બનાંવેલો પણ વાપરી શકો છો અને સવારનો પણ વાપરી શકો છો. હવે કડાઇ માં તેલ ઉમેરો.
તેમાં રાઈ, જીરુ નાખી વઘાર કરો. તેમા ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલ લસણ, યોગ્ય પ્રમાણમાં સમારેલાં લીલાં મરચાં નાખો. ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તલ અને મીઠો લીમડો ઉમેરો. એકાદ મિનિટ પછી રોટલાના પ્રમાણમાં છાસ નાખો. છાસ નો એક ઉભરો આવે એટલે તેમાં રોટલા નાં ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરુ, મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. અને હલાવો. થોડી વાર એમ જ રહેવા દો.
તો તૈયાર છે વઘારેલો રોટલો.
તો તૈયાર છે વઘારેલો રોટલો.
Friday, December 13, 2019
Thanks Lafleche Central School
Tuesday, December 10, 2019
ચટપટી ચટણી....
Sunday, December 8, 2019
Love You Lafleche!
મેં જ્યારે Wood River Bar and Grill Lafleche Saskatchewan માં Supervisor તરીકે કામ શરૂ કર્યું ત્યારે સાંભળેલ કે આ રેસ્ટોરન્ટ અને બાર કમ્યુનિટી એ બનાવેલ પછી વેચેલ. અહીં આવ્યો ત્યારે રેસ્ટોરન્ટ બંધ હાલત જેવી હતી. અહીં કમ્યુનિટી નો પ્રેમ મેળવી નામ મેળવવું, લોકોને આવતા કરવા ઘણું અઘરું છે એમ મને જણાવવામાં આવેલ. લફલેશ માત્ર ૪૦૦ લોકોની વસ્તી વાળું (મોટા ભાગે સિનીયર સિટીઝન) અને ટાઉનમા ત્રણ રેસ્ટોરન્ટ. મેં જેમ જેમ કસ્ટમર આવતાં ગયાં એમ એમ એમના ફીડબેક મેળવી જરૂરી સુધારા શરૂ કર્યાં. અહીંના લોકો ખુબ પ્રેમાળ અને માયાળુ છે. કમ્યુનિટી દ્વારા બાર- રેસ્ટોરન્ટ બનાવેલ હોઇ મેં કમ્યુનિટી કોર્નર બનાવવા નું વિચાર્યું. અમારી હોકી ટીમ ખુબ પ્રખ્યાત છે. હોકી અમારા લફલેશ ની પ્રિય રમત. દરેકને હોકી માટે ખુબ આદર. ૨૪ માર્ચ ૨૦૧૯ની સાંજે South Sask Female Hockey League Champs 2018-19 માં અમારી ટીમનો સુંદર દેખાવ રહ્યો. હોકી પુરી થયા પછી ટીમના સભ્યો અને પેરેન્ટ્સ અમારા ત્યાં જમવા આવ્યાં. અમે કમ્યુનિટી કોર્નર માં હોકી પ્લેયર ની સહી લેવા કહ્યું અને ટીમ દ્વારા હોકી કોર્નર તૈયાર કરવામાં આવ્યું. આજે આ કોર્નર કમ્યુનિટી કોર્નર છે અને દરેક સભ્ય ગર્વથી પોતીકાપણાના ભાવ સાથે અમને સપોર્ટસ કરવા આવે છે. હું નશીબદાર છું, આજે લફલેશ ના તમામ લોકોએ એમના હૃદયમાં મને અને પરીવાર ને વિશેષ સ્થાન આપ્યું છે અને ખુબ પ્રેમ આપે છે. દરેક તહેવાર, પ્રસંગે અમને ગ્રામ જનો તરફથી પરીવાર ના ભાગ માની આમંત્રણ આપે. પરમાત્મા નો આભાર અમને કેનેડાના લફલેશ, સસ્કાચવાનમા રહેવાની તક આપી.
Love You Lafleche!
Love You Canada!
Memories from July 2018 'Shravankumar...'
Memories ... Supper with Seniors
યોધ્ધા
Friday, December 6, 2019
Canada શાંતિ થી રહેવા માટે નો શ્રેષ્ઠ દેશ...
Blog
જ્યારે જ્યારે ભારતમાં મિત્રો કે સ્નેહીજનો સાથે ફોન પર વાત થાય ત્યારે ત્યારે તેઓ કેનેડા વિશે અવશ્ય પુછે. ભારતમાં વધતી બેકારી, સામાજિક અસમાનતા, આર્થિક ગરીબાઈ, અશાંતિ જેવા કેટલાક કારણોના લીધે મહેનતું અને શાંતિ પ્રિય લોકો તક મળે તેઓ ભારત છોડી અન્ય દેશમાં સ્થાયી થવા ઇચ્છતા હોવ છે. જો કે એમાં ખોટું પણ નથી. જેમણે સખત મહેનત અને ઇમાનદારી થી રહેવું છે એમના માટે કેનેડા સ્વર્ગ સમાન છે. કેનેડા વિસ્તાર ની દૃષ્ટિએ ભારત કરતાં ત્રણ ગણો વિશાળ અને વસ્તી ની દૃષ્ટિએ ગુજરાત કરતાં અડધી આબાદી વાળો મજાનો દેશ છે. કેનેડા માં વિશ્વ ના તમામ દેશના લોકો ભાઇચારાની ભાવના સાથે રહે છે. અહીં દરેક વ્યક્તિ માટે સરખા કાયદા કાનૂન અને સ્વિકૃતિ છે. તમામ લોકો કાયદાનું એ રીતે પાલન કરે કે કોઇને કાયદાનું ઉલ્લંઘન કરવાની જરૂર પણ ન પડે.
સૌ માટે પ્રશ્ન હોય છે કે કેનેડા કેવી રીતે આવવું...?
કેનેડા વસવાટ માટે આવવા માટે જુદી-જુદી ઘણી પધ્ધતિઓ છે. પરીવાર ના આશ્રિત માટે, અભ્યાસ અર્થે, કામ (નોકરી) કરવા, ધંધાર્થે વિગેરે વિગેરે. દરેક વિઝા માટે અલગ અલગ જરુરીયાત હોય છે. cic.gc.ca પર log in થવાથી તમામ માહિતી મળી રહેશે. જો આપ અભ્યાસ અર્થે અથવા નોકરી અર્થે આવવા માંગો છો તો IELTS માં ઓછામાં ઓછા ૬ બેન્ડ અપેક્ષિત છે. જે વ્યવસાય નોકરી કરતા હોવ એ મુજબની નોકરી માટે કેનેડા ના કોઇ એમ્પ્લોયર તરફથી વર્ક પરમિટ માટે ડોક્યુમેન્ટ જરુરી છે. હું ભારતમાં હતો ત્યારે મારા પત્નીની નોકરીનું સ્થળ દર બે વર્ષે બદલાતું રહેતું અને મારી નોકરી એક જ સ્થળે રહેતી હોઇ સોમવારથી શનીવાર મારે એકલાં રહેવાનું થતું. આથી શિક્ષકની નોકરી સાથે સાથે મેં વન ટેન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, મહેસાણા માં મેં સાંજ થી મોડી રાત્રી મેનેજર તરીકે નોકરી શરૂ કરેલ. વન ટેન રેસ્ટોરન્ટમાં મળતા પગારમાંથી મેં વિદેશ ફરવાનું નક્કી કરેલ. યુરોપ, અમેરિકા અને કેનેડા ફરતાં ફરતાં મને વિદેશ વસવાટ નો મોહ વધ્યો. જોકે વિદેશ માં વસવાનું મેં ૨૦૧૧ માં સંકલ્પ કરેલ પરંતુ વન ટેન રેસ્ટોરન્ટ ના અનૂભવને કારણે મારું સ્વપ્ન પુરુ થયું. સદનશીબથી મને કેનેડામાં રેસ્ટોરન્ટ માં સૂપરવાઇઝર તરીકે કામ કરવાની તક મળી. કેનેડામાં નાનું ગામ હોય કે મોટું શહેર પાયાની સગવડો સરખી મળી રહે. હું સસ્કાચવાન રાજ્યના નાનકડા ગામમાં રહું છું. અમારા ગામની વસ્તી ૪૦૦ વ્યક્તિ હશે પરંતુ લફલેશ-સ્વર્ગ જેવું સુંદર પ્રેમાળ અને હંમેશા ધબકતું. જો ખરેખર કેનેડાને જાણવું હોય, માણવું હોય કે કેનેડીએ તરીકે જીવવું હોય તો નાના ગામડા (small town)માં રહેવાનું પસંદ કરવું. મારી દૃષ્ટિએ કેનેડા શાંતિ થી રહેવા માટે સૌથી વધુ સારો દેશ છે.
Tuesday, December 3, 2019
ભ્રષ્ટાચારી = આતંકવાદી...
ગયા અઠવાડિયેVTV ન્યૂઝ ચેનલ પર ઇસુદાનભાઇ ગઢવી દ્વારા સંચાલિત મહામંથન કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર પર ચર્ચા સાભળી. હું દશમાં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે (૧૯૯૦) નિબંધ પૂછાયો હતો,. 'ભ્રષ્ટાચાર નાથવાના ઉપાય'...વર્ષો થી ભારતમાં ભ્રષ્ટાચાર પર ચર્ચાઓ ચાલે છે, આંદોલન થયા, સરકાર બદલાઇ પરંતુ ભ્રષ્ટાચાર વધતો જાય છે. કહેવાય છે કે ઘણાં ભારતીય ના નાણાં સ્વિસ બેંકમાં જમા છે. દરેક સરકાર આ રકમ પરત લાવવા ચૂંટણી સમયે વચનો આપે છે પરંતુ એ વચનો પોકળ સાબિત થાય છે. નોટબંધી સમયે કાળું નાણું સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી ની વાતો કરવામાં આવેલ પરંતુ હજારો કરોડના ગોટાળા વાળા નો વાળ પણ વાંકો ના થયો અને કાળાના ધોળા થઈ ગયા.
અત્યારે સોશીયલ મીડીયા માં પાકિસ્તાન ને દુશ્મન દેશ, ભારત સામે આતંકવાદી કૃત્યો માં મદદગાર દેશ બતાવી દદરોજ અનેક દેશભક્ત લોકો ગાળો દેતા હશે પરંતુ એ લોકો ભારતમાં રહી ભ્રષ્ટાચાર કરનાર કે કરાવનાર વિશે કાંઇ જ કહેશે નહી. આપણી દેશભક્તિ માત્ર પાકિસ્તાન થી શરૂ થઈ પાકિસ્તાન સુધી જ રહે છે.
ખરેખરતો કોઇ પણ સરકારી કર્મચારી કે નેતા કોઇ કામ કરવા બદલ ચા પિવે તો એ પણ એ વ્યક્તિ ભ્રષ્ટાચારી કહેવાય. ઘણાં લોકો કામ બદલ ભેટ સોગાદો લઇ ભ્રષ્ટાચાર ના મૂળ ને મજબુત કરવા આહુતિ આપે છે. કેટલાક તો અમુક ખાતામાં નોકરી જ ભ્રષ્ટાચાર માટે જોડાય છે. એક દિવસ હું મહેસાણા થી કડી બસમાં જતો હતો ત્યારે કોઇને મેં વાત કરતાં સાંભળેલા કે બસ એક વાર (____) નોકરીમાં લાગી જાઉ પછી જોજેને ફોર્ચ્યુનર સિવાય ફરું નહીં. મેં પણ વિચાર્યું કે એ ભાઇ કહે છે એ નોકરીમાં તો માંડ બાઇક ફેરવી શકાય અને આ ભાઇ ફોર્ચ્યુનર ની વાત કરે છે. કમાલ છે સરકારી નોકરીનો. હું સ્પષ્ટ પણે માનું છું કે ભ્રષ્ટાચાર પેટે એક પૈસો લેવો એ ભારત માટે આતંકવાદી કૃત્ય જ છે. આવા ભ્રષ્ટાચારીઓએ કે ભ્રષ્ટાચાર ને પોષણ આપતાં લોકો ભારત માટે પાકિસ્તાન કે આતંકવાદી કરતાં પણ વધુ ખતરનાક છે. આવા લોકોએ આતંકવાદી વિશે એક શબ્દ પણ બોલવાનો અધિકાર નથી કારણ તેઓ પણ આતંકવાદી જ છે. કેટલાક અધિકારીઓ, નેતાઓ સિધા પોતે ભ્રષ્ટાચાર કરવા બદલે વચ્ચે દલાલ રાખે જેથી પોતાને રિસ્ક ઓછું રહે. આવા લોકો પોતાને લાયઝન તરીકે ઓળખાવે અને પોતાની ટકાવારી રાખે. છેલ્લા વિશેેેેે વર્કષથી લાયઝનિગ એક નવો અલગ પ્રકારનો વ્યવસાય શરૂ થયો છે. ભ્રષ્ટાચારી કે એના દલાલ કોઇએ ઇન્કમ ટેક્ષ ભરવાનો થતો નથી.દલાલો પણ એમના સાહેબ ની જેમ દેશ માટે આતંકવાદી જ છે. જે લોકો શાંતીથી મહેનતનો રોટલો ખાઈ જીવવા માંગે છે અને જેમની પાસે તક છે તેઓ કાયમી ભારત છોડી વિદેશ જતા રહે છે.
પચાસ સાઇઠ હજારની નોકરી કરનાર લક્ઝુરીયસ કારમાં ફરતાં હોય, આલીશાન મકાન માં રહેતાં હોય, બે-ચાર પોતાના આલીશાન મકાનો ભાડેથી આપ્યા હોય અને પત્નીને લાખો રૂપિયા ના દાગીના દર મહિને ભેટમાં આપતાં હોય આવા લોકો કે કોઇ પણ પ્રકારની નોકરી કે વ્યવસાય ના હોવા છતાં માત્ર ભ્રષ્ટાચારીઓનું લાયઝનીગ કરી વીવીઆઇપી જીવન જીવનાર લોકો સમાજમાં જોવા મળશે. પણ આવા લોકો ને નાથવા કોઇ રસ્તો જ નહીં...? ?
મારું શું?? પગાર બાજું પર બચત તરીકે રહે એટલે સાઇડની આવકતો જોઇએ જ...ગાડી-ઘરના હપ્તા ભરાય, પેટ્રોલ ડીઝલનો ખર્ચ નિકળી રહે એટલું જ કરવું એવું વિચારનારા ૯૯ની રમત રમે છે જે ક્યારેય ૧૦૦ એ પુરી થતી નથી.
ભ્રષ્ટાચારીઓએ વાલીયા લૂંટારા ની કથા યાદ હોવી જોઇએ. જ્યારે સાધુ એમને પૂછે છે કે તૂં લુંટ કોના માટે કરે છે તો વાલિયો કહે 'પરીવાર માટે'... આ લૂંટ ના પાપમાં પરીવાર સહભાગી ? પરીવાર ને પુછતાં પરીવાર ના કહેછે અને વાલિયો મહર્ષિ વાલ્મીકિ બંને છે. આ ભ્રષ્ટાચાર કરનારા ના પાપમાં એમનો પરીવાર સહભાગી નથી જ હોતો. ભ્રષ્ટાચારથી થતી સજા અહીં કે પરમાત્મા ના દરબારમાં જાતે જ ભોગવવાની છે. ભ્રષ્ટાચારથી મળેલ રકમનો આનંદ પરીવાર લેશે પરંતુ સજા તો ભ્રષ્ટાચારી એ જ ભોગવવી પડશે. આથી જ વિચારી ભ્રષ્ટાચાર બંધ કરી મહેનતના રોટલાને આનંદ થી આરોગો.
ભ્રષ્ટાચાર કરતાં પકડાય એના માટે દેશ સમક્ષ યુદ્ધ કે આતંકવાદી કૃત્ય જેવી સજા રાખવી જોઇએ. આવા ભ્રષ્ટાચારીઓને ઓળખવા સહેલા છે. મહિને પચાસ હજાર નો પગાર હોય અને વર્ષમાં એક કરોડનું મકાન ખરીદે એટલે સમજવું એ આતંકવાદી જ છે. ભ્રષ્ટાચારીને આતંકવાદી જ કહેવાય.
- ભ્રષ્ટાચાર કરતાં પકડાય એટલે નોકરીમાં થી કાયમી ડીસમીસ.
- દર વર્ષે સોનું-મકાન-જમીન વેચાણ/ખરીદ કરનાર ની વિગતો મેળવી ક્રોસ ચેકીંગ કરવું. કોઇ બિલ્ડર જો થર્ડ પાર્ટીના નામે મદદ કરતા પકડાય તો એને પણ આજીવન જેલ ની સજા ની જોગવાઇ કરવી.
- ભ્રષ્ટાચાર માટે મદદગાર ને પણ ભ્રષ્ટાચારી જેટલોજ દોષિત માની સજા કરવી.
- ભ્રષ્ટાચાર માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઇએ. ત્રણ મહિનામાં ચૂકાદો આવતા કેસ લૂલો ના કરી શકે.
-. દરેક સરકારી કચેરીઓ અંદર અને આસપાસ CCTV થી સજ્જ હોવી જોઇએ. શક્ય હોયતો લોકો કામગીરી જોઇ શકે એવી વ્યવસ્થા પણ થાય.
દુઃખ સાથે કહેવું પડે છે કે જાહેરમાં પ્રજાએ ચૂટેલા નેતાઓ હોર્સ ટ્રેડિંગ દ્વારા એમના અંતરાત્મા ના અવાજને કારણે દેશહિતમાં જાહેરમાં વેચાય છે.
સરહદ પારથી આવતા આતંકવાદીઓ, બળાત્કારીઓ ને ફાંસી ની સજાની માગણી પ્રજા કરે છે. પોલીસના એન્કાઉન્ટર સમયે પ્રજા કાંઇ જ જાણ્યા વિના માત્ર સાંભળી ને પોલીસનું સન્માન કરવા લાગે છે. આતંકવાદી કે બળાત્કારીઓ જેટલા જ ખતરનાક ભ્રષ્ટાચારીઓ અને એમના વહીવટદાર (લાયઝન) છે...જો ભ્રષ્ટાચારી ને પણ દેશ ના દુશ્મન માની ફાંસીની સજા માંગવામાં આવે તો ? કોઇ ભ્રષ્ટાચાર નું વિચારશે પણ નહીં. ભ્રષ્ટાચાર બંધ થશે એટલે આપોઆપ દેશ પ્રગતિ કરશે અને શાંતિ સ્થપાશે.
હું લગભગ બે વર્ષથી કેનેડા માં રહું છું. અહીં બે વર્ષ માં મેં એક પણ જગ્યા એ ભ્રષ્ટાચાર જોયું કે સાંભળ્યું નથી. અહીં દરેક અધિકારી પોતાનું કામ સાચી રીતે, મદદરૂપ બની, સરળતાથી કરે છે. કદાચ આથી જ શાંતિ થી જીવવા માગતા ભારતીય યુવાનો ની અત્યારે પહેલી પસંદ કેનેડા આવવાની છે. વંદે માતરમ્ કે જય હિન્દ ના નારા બોલી પોતાને દેશભક્ત બતાવનાર કરતા અહીં બોલ્યા વિના કેનેડા ના લોકો સાચી રીતે દેશભક્તિ કરે છે. મને આનંદ છે કે હું પરીવાર સાથે કેનેડામાં રહું છું. મારા સંતાનો ભ્રષ્ટાચાર થી દુર રહી શાંતિ થી જીવશે. આપણે વસુદેવ કુટુંબકમ્ ની વાતો કરીએ જ્યારે અહીં મેં વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના સાથે લોકોને જીવતા જોયા છે. શું ભારત ભ્રષ્ટાચાર મૂક્ત નહીં બને ???? જો વ્યક્તિએ કામ કરાવવા કે નોકરી મેળવવા અઢળક રૂપિયા આપવા પડતાં રહેશે તો એક દિવસ બુધ્ધિશાળી યુવાનો કંટાળી વિદેશ શિફ્ટ થઈ જશે અને આપણે શાંતિ માટે કંટાળી દેશ છોડનારને ખરાબ કહેતા રહીશું. હજુ સમય છે, ભ્રષ્ટાચારી એ દેશનો સૌથો મોટો સૌથી ઘાતકી શત્રુ છે એ સમજીએ. આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ....સજા અપાવીએ...દેશને દુશ્મન (ભ્રષ્ટાચારી) થી બચાવીએ....
બે દિવસ પહેલાં અજય દેવગણ અભિનિત ફિલ્મ રેઇડ જોઇ. એમાં કહ્યું છે કે સરકારી અધિકારી અને રાજકારણી માટે ભેટસોગાદ પણ લાંચ જ ગણાય. દેશની ગરીબાઈ, બેકારી કે અશાંતિ નું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે.ભૂલથી પણ કોઇનું કામ કરી એના બદલામાં ચા પણ ના પીતા કે વેફર્સ સુધ્ધાં ના ખાતાં.... ભ્રષ્ટાચારથી ખાધેલા અન્નનો ઓડકાર આજે સારો લાગશે પરંતુ એક દિવસ પરીવાર ને બરબાદ કરશે....કુદરતનો આ નિયમ ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચાર કરનારને મદદ કરનાર લાયઝન સહિત સૌને લાગુ પડે છે. યાદ રાખીએ ભ્રષ્ટાચારી દરેક વ્યક્તિ ભારતના સૌથી મોટા દુશ્મન છે.
કેટલાક અધિકારીઓ ઇચ્છિત જગ્યાએ નોકરી લેવા લાખો રૂપિયા આપે એ જંગ જાહેર છે. ઇચ્છિત જગ્યા પર જવા માટે રુપિયા નક્કી કરે એને ટેન્ડર ભર્યું કહે! આ રૂપિયા નેતાઓના ખિસ્સામાં જતાં હશે કે ... ??? સાંભળ્યું છે, સુરત નું ટેન્ડર સૌથી મોટું હોય છે. એનો અર્થ સુરત ગુજરાતનું સૌથી વધુ ભ્રષ્ટ શહેર હશે ????
ભ્રષ્ટાચારની લત દારુ કરતાં પણ ખરાબ છે. દારુડીયાને દારૂની લતે છોડાવવા કેન્ર્દો છે પરંતુ ભ્રષ્ટાચારી માટે ? અપૂરતી સજાની જોગવાઈ આને લાયકાત વગરની અપેક્ષાઓ દેશને દેવાદાર બનાવી રહ્યો છે. નવ્વાણું ની રમત રમતા ભ્રષ્ટાચારી માટે કોઈકે તો રણશિંગું ફૂંકવુ પડશે.
મોદીજી અને સરકાર દેશના વિકાસ માટે રાત દિવસ મહેનત કરે અને ભ્રષ્ટાચારીઓ અને એમના મદદગાર (લાયઝન) વિકાસ માટે અવરોધ ઉભા કરે. આવા ભ્રષ્ટાચારીઓ માટે પરંતુ આતંકવાદીઓ માટે જે સજાની જોગવાઈ છે એટલી સજા કરવી જરૂરી. ભ્રષ્ટાચારી વ્યક્તિ દેશ માટે પોતે દેશ વિરૂદ્ધ સફેદ કોલર રાખી યુધ્ધ કરી રહ્યા છે એમ માનવું. આવા આતંકવાદીઓના કોઇ ગૃપ નથી હોતાં પરંતુ એકલા દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય છે. દેશને સરહદ પેલે પારથી આવતા આતંકવાદી કરતાં એસી ઓફીસમાં બેસી ખોટા માર્ગે ભ્રષ્ટાચાર કરી દેશના વિકાસ ને અવરોધતા ભ્રષ્ટાચારી રુપી આતંકવાદીઓથી વધુ ખતરો છે.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચાર વિશે અનેક પોસ્ટ આવે છે. હૂં જ્યારે દશમાં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે પણ પરીક્ષામાં નિબંધ લખવાનો આવતો, 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત-એક સ્વપ્ન'. ભ્રષ્ટાચાર વિશે મેં પણ મારા બ્લોગ પર ઘણા વર્ષો પહેલાં લખેલું છે.
આપણે સૌ જાણીએ છીએ ખેતરમાં કામ કરતા ખેડૂતો, સફાઈ કામ કરતાં સફાઈ કર્મચારીઓ અને મજૂરી કરતા મજુરો જે ટેક્સ ભરે એમાંથી કર્મચારીઓ- અધિકારીઓના પગાર ચૂકવાય છે. એવું પણ બને કે કેટલાક અધિકારીઓ તો ખૂબ ગરીબાઈ માંથી આગળ આવ્યા હોય છે અને એ જ લોકો જ્યારે ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકે ત્યારે સમજાતું નથી કે એમનો ખુદનો આત્મા કઈ રીતે માફ કરશતો હશે ?
આપણે સૌ વાલિયા લૂંટારા વિશે જાણીએ છીએ. વાલિયા લૂંટારા ને જ્યારે સંત મળ્યા અને સંતે પુછ્યું તું જે આ પાપ કર્મ કરે છે એમાં તારો પરિવાર સહભાગી ખરો ? પરિવારના સભ્યોને વાલીયાએ પૂછતા કહ્યું તેઓ વાલીયાના કોઈ પાપ કર્મ સહભાગી નથી.... અને વાલીયો લૂંટારા માંથી મહાન રુષી બની ગયા.
જો ખરેખર આખી જીંદગી ખોટા રસ્તે ભેગી કરેલી ધન, સંપત્તિ સાથે લઈ જવાનું હોય તો ઠીક પરંતુ ભ્રષ્ટાચારથી ભેગી કરી અને મૃત્યુ સમયે બધું જ મૂકી જવાનું હોય તો આવા લોકોએ દેશમાં રહી, દેશનું ખાઇ શા માટે દેશ માટે આતંકવાદી બન્યા છે ? ભ્રષ્ટાચારી સ્વિકારે કે ના સ્વીકારે પરંતુ દરેક ભ્રષ્ટાચારી ભારત માટે આતંકવાદી સમાન કહી શકાય...! ખરેખર જો ભારતને સાચા અર્થમાં વિકાસશીલ બનાવવો હશે તો સત્તા પર બેઠેલા અધિકારીઓએ ભ્રષ્ટાચાર મુક્ત થવું જ પડશે અને સમાજે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને જાહેરમાં ખુલ્લા પાડી આતંકવાદી જેવો વ્યવહાર એમની સાથે પણ કરવો પડશે. આપણે પણ કેવા દેશ ભક્ત ? વેફર નું પેકેટ ચોરી કરતા બાળકને દુકાન બહાર નિકાળી જાહેરમાં માર મારી મર્દાનગી બતાવીએ આને ભ્રષ્ટાચારી લુખ્ખાઓ ને સાહેબ.આહેબ કહી માથે ચઢાવીએ. સરકારે ભ્રષ્ટાચારીઓ માટે કડક માં કડક એટલે કે આજીવન જેલ અથવા તો મૃત્યુદંડ જેવી સજા ની જોગવાઈ કરવી પડે, કારણકે ભ્રષ્ટાચારી પણ દેશમાં છુપાયેલા આતંકવાદી જ છે જો સજાનો ડર નહીં હોય તો આ લોકો કાંઈપણ કરશે. દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સમજું વ્યક્તિ પોતાના સંતાનોના ભવિષ્યની ચિતા કરનાર વ્યક્તિ તક મળતાં જ વિદેશ રહેવા જતા રહે છે. કેનેડા, અમેરીકા કે બીજા દેશો એટલા માટે આગળ છે કારણ અહીં ભ્રષ્ટાચાર નથી, સૌ સમાન, કોઇ સાહેબ નહીં બધાં જ કર્મચારી, દરેક ને સરખો ન્યાય- સરખી તક.
પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કે સરકારના કેટલાક મંત્રીઓ રાતદિવસ કામ કરવાથી દેશનો વિકાસ શક્ય નથી, પરંતુ દેશના વિકાસ માટે સમાજના દરેક વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપવું પડે. અધધધ કહી શકાય એટલો પગાર લેતા અધિકારીઓ કોઈની 'ચા' પીવાની પણ અપેક્ષા કેવી રીતે રાખી શકે અને જો રાખે છે તો કુદરત એમને ક્યારેય માફ નહીં કરે. જે દિવસે એમના સંતાન ને ખબર પડશે કે એમના માતા કે પિતા દ્વારા ભ્રષ્ટાચારથી આ સંપત્તિ ભેગી થઇ છે એ દિવસે સંતાનની નજરમાં આવા બ્રષ્ટાચારી કેટલાં હલકાં લાગશે ?
રોજ સવારે પરમાત્માના નામની માળા કરવા બદલે પરમાત્મા ને પથારીમાં થી ઉભા થઇ એ ત્યારે વચન આપવું કે હું ભ્રષ્ટાચાર કરીશ નહીં કે ભ્રષ્ટાચારી ને મદદરૂપ નહીં થાઉં. જો ભ્રષ્ટાચાર કરું કે મદદરૂપ થાઉ તો ભગવાન મને આજે જ સજા મળે. ભ્રષ્ટાચારીએ એ ન ભૂલવું જોઈએ કે મૃત્યુ નિશ્ચિત છે અને સાથે કાંઇ જ લઇને જવાનું નથી. મૃત્યુ અતિ કષ્ટ દાયક બનાવવું હોય તો ભ્રષ્ટાચાર નું પાપ કરો...દેશના દુશ્મન બનો...
આવો સૌ સાથે મળી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીએ અને ભારતના વિકાસમાં માટેનું પ્રધાનમંત્રીશ્રીએ જોયેલું સ્વપ્ન સાકાર કરવા સહભાગી બનીએ...
કેટલાક અધિકારીઓ કોઈનું મફતનું પાણી પણ પીતા નથી. આવા અધિકારીઓને દિલથી વંદન.
Saturday, November 30, 2019
સાહેબ
ચમચા આને ગુલામ માનસિકતા વાળા માટે દરેક સાહેબ આગળના સાહેબ કરતા શ્રેષ્ઠ હોય છે. આવા લેભાગુઓ મોટાભાગની ઓફીસોમાં જોવા મળતાં હોય છે. સાહેબ પણ જાણતાં હોય છે કે કોણ વહીવટદાર છે, કોણ ભેટ સોગાદો નું શોખીન છે અને કોની સાથે એના પરીવાર ને દુર કરી એનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરી શકાશે.
મોટા દેખાવવાની ઘેલસા, નિમ્ન કક્ષાની વિચારધારા વાળા કેટલાક લોકો અધિકારી બને અને પોતાના સ્વાર્થ ખાતર બિજાના જીવનમાં રોજ હોળી પ્રગટાવે છે. અત્યારે આપણા સમાજમાં 'સાહેબ' કલ્ચર ઘર કરતું જાય છે. આ કલ્ચરમા રહેતા, સાહેબ ના આશીર્વાદ થી થોડો લાભ મેળવતા માણસો પોતે ગુલામ માનસિકતાનો ભોગ બની ચૂક્યા છે અને પરીવાર ને પરાણે ગુલામ બનાવી રહ્યા છે. સાહેબ અને મેડમ લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. જો સરકાર શ્રી કે NGO આ અંગે જાગશે નહીં તો આવનાર સમયમાં સામાજિક ક્ષેત્રે બહું માઠી અસર થશે. સાહેબ ગીરી - સ્ટેટ્સના નશામાં નશીલા બનેલા સાહેબ એટલે ગુસ્સેથી મનનું ધાર્યું કરાવતાં પ્રજાના રુપિયા નો પગાર લેનાર સમાજ તોડનાર લુખ્ખાઓ...ફ્યુડલ માનસિકતા વાળા આવાસા સાહેબોને સમાજે ઓળખી ખુલ્લા પાડવા જ રહ્યા...
Monday, November 25, 2019
લફલેશ શા માટે??
ઘણા મિત્રો સબંધીઓ ફોન પર પુછતા કે ભારત છોડીને કેનેડા અ
ને કેનેડામાં પણ લફ્લેશ જેવું નાનું ગામડું શા માટે પસંદ કર્યું ? ઘણા મોટા શહેરોમાં પણ મને કામ મળી રહેત. આ પ્રશ્ન મોટાભાગના સ્નેહીઓનો હોઈ આજે બ્લોગ પર જીવંત થવાની ઈચ્છા થઇ. આમ તો હું પહેલા બ્લોગ નિયમિત લખતો પરંતુ એકાદ વર્ષથી મેં બંધ કરેલ. કેનેડા આવી શરૂઆતમાં લખવા કરતા શીખવામાં વધુ વ્યસ્ત રહેવા નક્કી કરેલ. આ દોઢેક વર્ષમાં ઘણા અનુભાવો થયા. ઘણું જાણવા અને શીખવા મળ્યું.
